Traffic Tail

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના વરાડ અને રૂવા ભરમપોર ગામે વિકસિત ભારત સંકલ્પયાત્રા રથ આવી પહોચ્યો.

SHARE:

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના વરાડ અને રૂવા ભરમપોર ગામે વિકસિત ભારત સંકલ્પયાત્રા રથ આવી પહોચ્યો.

‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ થકી ગ્રામજનોને યોજનાકીય લાભ અને માહિતી મળી

ભારત સરકાર અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ ગામે ગામ સુધી પહોચે તેવા આશયથી સુરત જીલ્લાના બારડોલી તાલુકામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ચોથા દિવસે વરાડ અને રૂવા ભરમપોર ગામ ખાતે આવી પહોચેલા રથનું ભવ્ય સ્વાગત સાથે ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં સરપંચશ્રી, ઉપસરપંચશ્રી અને ગ્રામ પંચાયતના સભ્યશ્રી, THO શ્રી, નાબાર્ડના અધિકારીશ્રી, વિસ્તરણ અધિકારીશ્રી, BOBના અધિકારીશ્રી, તેમજ તાલુકા પંચાયતનો સ્ટાફ, આઈસીડીએસના ઈન્ચાર્જ સીડીપીઓશ્રી તથા મુખ્ય સેવિકા, કાર્યકર, તેડાગર તથા આરોગ્ય સ્ટાફ તેમજ અન્ય વિભાગના અધિકારી, કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા.
તાલુકા વિકાસ અધિકારી તથા વિવિધ વિભાગના અધિકારી અને કર્મચારીઓએ તેમના વિભાગની યોજનાઓ જેમકે,પોષણ અભિયાન, કુપોષણ મુક્ત ભારત અને એનિમિયા, પી.એમ કિસાન વય યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ, જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી, પશુપાલન વિશે માહિતી આપી હતી. સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાયું હતુ.
આ અવસરે આઈ.સી.ડી.એસ. બારડોલીના CDPO, કર્મચારી અને કાર્યકરો દ્વારા મિલેટ અને THRનો ઉપયોગ કરી વિવિધ વાનગીઓની પ્રદર્શન કરવામાં આવ્યું હતું

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!