Traffic Tail

માંડવી તાલુકાના મોટીચેર અને વાંકલા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથનું ભવ્ય સ્વાગતઃ

SHARE:

માંડવી તાલુકાના મોટીચેર અને વાંકલા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથનું ભવ્ય સ્વાગત

કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાયું
ભારત સરકાર અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ ગામે ગામ સુધી પહોચે તેવા આશયથી સુરત જિલ્લાના માંડવી તાલુકામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ચોઠા દિવસે મોટીચેર અને વાંકલા ગામે આવી પહોંચ્યો હતો.
આ પ્રસંગે વાંકલા ગામ ખાતે સુરત કૃષિ વિજ્ઞાન કેન્દ્રનાશ્રી આર. કે.પટેલે પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું કે, દરેક ગામના વ્યક્તિઓ સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ છેવાડાના ગામે ગામેના લોકો સુધી પહોંચે એના માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ કાઢવામાં આવ્યો છે.રથ કાઢવાનો મુખ્યે ઉદે્શ કોઇ પણ વ્યક્તિ સરકારની યોજના લાભથી વંચિત ન રહી જાઇ,તમામ લોકોએ સરકારની યોજનાનો લાભ લેવો જોઇએ એન અન્ય લોકોને પણ યોજના વિશે માહિતગાર કરવા જોઇએ.
મોટીચેર ગામે વિસ્તરણ અધિકારીશ્રીએ કેન્દ્ર સરકાર તથા રાજય સરકારની વિવિધ વિભાગોની યોજનાઓ જેવી કે પોષણ અભિયાન, કુપોષણ મુક્ત ભારત અને એનિમિયા,પી.એમ કિસાનવય યોજના,કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ,જલ જીવન મિશન યોજના,અટલ પેન્શન યોજનાઓ બાબતે વિસ્તૃત માહિતી આપી હતી.
આ પ્રસંગે પ્રધાનમંત્રી આવાસ યોજના, આયુષ્માન કાર્ડ અને પીએમ-કિશાનના લાભાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત મિશન મંગલમ્ યોજના હેઠળ સખીમંડળની બહેનોને ચેક વિતરણ કરવામાં આવ્યું હતું. ખેતીવાડી શાખા દ્વારા ડ્રોન ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું. ‘મેરી કહાની મેરી ઝુબાની’ અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના અને આઇસીડીએસના લાભાર્થી દ્વારા મેળવેલા લાભની સાફલ્યા ગાથા રજુ કરવામાં આવી હતી.
આ અવસરે મોટીચેરગામના સરપંચશ્રીમતી પ્રતિક્ષાબહેન ચૌધરી,વાંકલા ગામના સંરપંચશ્રી, ગ્રામ પંચાયતના સભ્યોશ્રી,  નાબાર્ડના અધિકારીશ્રી, SBI ના અધિકારીશ્રી,BOBના અધિકારીશ્રી,વિસ્તરણ અધિકારીશ્રી (ખેતી),તેમજ તાલુકા પંચાયતના કર્મચારી , આઈસીડીએસના મુખ્ય સેવિકા, આરોગ્ય વિભાગના કર્મચારી,આંગણવાડી કાર્યકર અને તેડાગર તેમજ અન્ય વિભાગના કર્મચારીઓ, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!