Traffic Tail

‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન હેઠળ સરકારી કચેરીઓમાં સફાઈ ઝુંબેશ વેગવાન

SHARE:

‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન હેઠળ સરકારી કચેરીઓમાં સફાઈ ઝુંબેશ વેગવાન

રેકર્ડ વર્ગીકરણ સાથે કચેરીઓમાં સાફ સફાઈ હાથ ધરાઇ

સ્વચ્છતાને દૈનિક જીવનનો ભાગ બનાવવાના હેતુસર રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત શહેર અને ગ્રામ્યમાં ગતિમાન બનેલૂ સફાઈ અભિયાન સરકારી કચેરીઓમાં પણ હાથ ધરાયું છે. સફાઈ અભિયાન અંતર્ગત સ્વચ્છતા સંલગ્ન વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. ત્યારે જિલ્લામાં વિવિધ સરકારી કચેરીઓમાં પણ સાફ સફાઈ કરવામાં આવી રહી છે. ઓફિસોના પ્રાંગણની સાથે કચેરીના રેકર્ડનું વર્ગીકરણ પણ કરવામાં આવી રહ્યું છે.
સમગ્ર ગુજરાતને સ્વચ્છ-સુઘડ બનાવવાની નેમને ચરિતાર્થ કરવા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનમાં લોકો સ્વયંભું જોડાઈને સ્વચ્છતા રાખવા કટિબદ્ધ બને તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!