’સ્વચ્છતા એ જ સેવા’ અભિયાન- સુરત જિલ્લો
કામરેજ તાલુકાના ખોલવડ ખાતે સફાઇ કર્મીઓ અને ગ્રામજનો દ્વારા બ્રિજ અને હાઇવેની સફાઈ હાથ ધરાઇ:
તા.૧ ઓક્ટોબરથી રાષ્ટ્રવ્યાપી શરૂ કરાયેલા ‘સ્વચ્છતા હી સેવા અભિયાન’ને બહોળા પ્રમાણમાં જનસમર્થન મળી રહ્યું છે. કચરા મુક્ત ભારત અને કચરા મુક્ત રાજ્ય કરવાની નેમ સાથે શરૂ કરાયેલી મુહિમ અંતર્ગત વિવિધ પ્રવુત્તિઓ કરાઇ રહી છે. ત્યારે કામરેજ તાલુકાના ખોલવડ ખાતે ગ્રામજનો દ્વારા બ્રિજ, હાઇવે તથા આજુબાજુના ફૂટપાથ અને ખરાબ વિસ્તારની સઘન સફાઈ ઝુંબેશ યોજાઈ હતી.
નોંધનીય છે કે, સુરત જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામજનોમાં બિહેવીયર ચેન્જના અભિગમ સાથે તેમના સહયોગથી ગ્રામ્ય વિસ્તારોના ચોક, શેરીઓ, મંદિરો અને શાળાઓને સ્વચ્છ-સુઘડ બનાવવાની કામગીરી કરાઇ રહી છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં શાળાના શિક્ષકો, સામાજિક સંસ્થાના પ્રતિનિધિઓનો તેમજ ગ્રામજનો સફાઇ અભિયાનમાં જોડાઇ સ્વચ્છતા અભિયાનને તેજ ગતિએ આગળ વધારવામાં પોતાનું યોગદાન આપી રહ્યાં છે.






