બામણિયાભૂતના મંદિરેથી કોંગ્રેસનો ચૂંટણી શંખનાદ: મહુવાના ગઢ બચાવવા અને રાહુલ ગાંધીનો અવાજ ગામડાં સુધી પહોંચાડવા રણનીતિ ઘડાઈ

SHARE:

અંબિકા તાલુકામાં સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ


​સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ પક્ષની સ્થિતિ અંગે વિશ્લેષણ:કાર્યરરોને આગામી વિધાનસભા ચૂંટણી માટે અત્યારથી જ સંગઠિત થઈ કામે લાગી જવા આહ્વાન કરાયું

​અંબિકા:-સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંપન્ન થયા બાદ હવે કોંગ્રેસ પક્ષ દ્વારા આગામી વિધાનસભા ચૂંટણી માટેની પૂર્વ તૈયારીઓ અને સંગઠન મજબૂતીકરણની કામગીરી તેજ કરવામાં આવી છે.જે અંતર્ગત અંબિકા તાલુકાના ઉમરા ખાતે આવેલ પવિત્ર તીર્થ બામણિયાભૂત ના મંદિરે સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એક વિશેષ સમીક્ષા અને વિશ્લેષણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.આ બેઠકમાં પક્ષના પ્રદેશ અને જિલ્લા કક્ષાના અગ્રણી નેતાઓ તથા સ્થાનિક હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.​​બેઠક અંગે વિગતો આપતા સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ મનહર પટેલે જણાવ્યું હતું કે,”સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ પક્ષની સ્થિતિ અને પરિણામોનું વિશ્લેષણ કરવા માટે આ અગત્યની બેઠક યોજવામાં આવી હતી.આદિવાસી સમાજના હિત અને તેમના રક્ષણ માટે કોંગ્રેસ પક્ષ સતત ચિંતિત અને કટિબદ્ધ રહ્યો છે.મહુવા વિધાનસભા ક્ષેત્ર કે જે પરંપરાગત રીતે કોંગ્રેસનો ગઢ રહ્યો છે,ત્યાં પક્ષના સંગઠનને પુનઃ મજબૂત કરવા અને રાહુલ ગાંધીના અવાજને ગામડાઓ સુધી પહોંચાડવા માટે તમામ કાર્યકરોને એકજૂથ થઈ કામે લાગી જવા હાકલ કરવામાં આવી છે.”​તેમણે ઉમેર્યું હતું કે બેઠકમાં ઉપસ્થિત તમામ હોદ્દેદારો અને કાર્યકરોએ આગામી વિધાનસભા ચૂંટણીના પડકારને ઝીલી લેવા અને પક્ષનો હાથ મજબૂત કરવા માટે સહર્ષ સંકલ્પ લીધો છે.​બેઠકમાં વિશેષ ઉપસ્થિત રહેલા AICC સભ્યા હેમાંગીનિબેને કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારતા જણાવ્યું હતું કે, “ચૂંટણીના પરિણામોમાં માત્ર 5 થી 6 સીટો પર ખૂબ જ પાતળી સરસાઈથી આપણો પરાજય થયો છે.તેથી કાર્યકરોએ સહેજ પણ નિરાશ થવાની જરૂર નથી.ચૂંટણીમાં ક્યાં ખામી રહી ગઈ તેનું આત્મમંથન કરી, ભૂલોમાંથી શીખીને આગામી સમયમાં વધુ મજબૂતી સાથે જનતા વચ્ચે જઈશું અને ચોક્કસ વિજય મેળવીશું.”
​સિનિયર નેતાઓ અને હોદ્દેદારોની ઉપસ્થિતિ આ સમીક્ષા બેઠકમાં AICC સભ્ય હેમાંગીનીબેન, જિલ્લા મહામંત્રી સાબુદ્દીનભાઈ, ભગવાનભાઈ, પ્રદેશ મંત્રી ભાવિનભાઈ, તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો સહિત અંબિકા તાલુકા કોંગ્રેસના તમામ સંગઠન હોદ્દેદારો, કાર્યકારી પ્રમુખ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.​ખૂબ જ સૌહાર્દપૂર્ણ અને ઉત્સાહવર્ધક વાતાવરણમાં પૂર્ણ થયેલી આ બેઠક બાદ તાલુકાના તમામ આગેવાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને ‘જય હિંદ, જય કોંગ્રેસ’ના નારા સાથે પક્ષને પાયામાંથી મજબૂત કરવાનો દ્રઢ નિર્ધાર વ્યક્ત કરાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!