વસરાઈ ખાતે ડો. બાબા સાહેબની જન્મજયંતી ની ઉજવણી થઈ

SHARE:

વસરાઈ ખાતે ડો. બાબા સાહેબની જન્મજયંતી ની ઉજવણી થઈ

વસરાઈ તા. અંબિકા જિ. સુરત દિશાફાઉન્ડેશન હોલ ખાતે ડો.બાબા સાહેબ આંબેડકર જયંતિ ની ઉજવણી કરવામાં આવી હતી.દિશા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ચાલતા જાહેર પરીક્ષા ઓના કલાસ માં ગતસાલ નાં
૨૬ વિદ્યાર્થી ઓને નોકરી મળી જેમનો સન્માન નો કાયક્રમ પણ યોજવા માં આવ્યો હતો. સન્માન પ્રસંગે શ્રી એમ એસ. પટેલ સર વ્યારા ના પ્રિન્સીપલ ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી આ પ્રસંગે શ્રી તુષારભાઈ શ્રી કમલેશભાઈ શ્રી યોગેશભાઈ શ્રી અશ્ચિન ભાઈ શ્રી સતિષભાઈ દ્વારા વિદ્યાર્થી ઓને પ્રાસંગિક ઉદબોધન કરાયું હતું. દિશા નોલેજ હબ દ્વારા વિનામૂલ્યે અપાતાં સ્પર્ધાત્મક પરીક્ષાના શિક્ષણ થકી જ્ઞાન મેળવી સતત વાંચન કરી GSRTC હેલ્પર, POLICE કોન્સ્ટેબલ તથા બેકની પરીક્ષામાં ઉત્તીર્ણ થઇ નોકરી મેળવનાર વિદ્યાર્થીઓ તેમજ ગુરુની ભૂમિકા ભજવનાર મહાનુભાવોની સેવા અને સમર્પણ નો સત્કાર સમારંભ એક વર્ષ પૂર્ણ થતાં યોજવા માં આવ્યો હતો. નવા બનેલ હોલમાં ડીજિટલ સિસ્ટમ બેંચ સાઉન્ડ સિસ્ટમ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની બૂક સાથે ચાલુ સાલે નવો બેચ ફરી સ્પેશિયલ ફેકલ્ટી દ્વારા શરૂ થશે જેની જાહેરાત થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!