મહુવા તાલુકાના કરચેલિયા ગામે ‘વિશ્વ ટી.બી. દિવસ’ની ભવ્ય ઉજવણી: 15 ગામોના સરપંચોનું સન્માન કરાયું
મહુવા:

માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. અનિલ પટેલ તથા જિલ્લા ક્ષય અધિકારીશ્રી ડૉ. દિનેશ વસાવાના માર્ગદર્શન હેઠળ, ૨૪ માર્ચ ૨૦૨૬ના રોજ ‘વિશ્વ ટી.બી. દિવસ’ નિમિત્તે મહુવા તાલુકાના કરચેલિયા ગામે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
જનજાગૃતિ રેલી અને શપથ ગ્રહણ કાર્યક્રમની શરૂઆતમાં મહુવા તાલુકા આરોગ્યની ટીમ દ્વારા કરચેલિયા ગામના મુખ્ય બજાર વિસ્તારમાં એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામજનોમાં ટી.બી. (ક્ષય) રોગ પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. રેલી બાદ ઉપસ્થિત સૌએ આગામી વર્ષમાં મહુવા તાલુકાને
સંપૂર્ણપણે ‘ટી.બી. મુક્ત’ કરવા માટેના શપથ લીધા હતા.
સરપંચોનું સન્માન અને પ્રમાણપત્ર વિતરણ વર્ષ ૨૦૨૪ અને ૨૦૨૫ દરમિયાન જે ગ્રામ પંચાયતો ‘ટી.બી. મુક્ત’ જાહેર થઈ છે, તેવી સરકારશ્રીની ગાઈડલાઈન મુજબની ૧૫ ગામોની પંચાયતોના સરપંચશ્રીઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપી તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી.
ઉપસ્થિત મહાનુભાવો આ પ્રસંગે જિલ્લા અને તાલુકા કક્ષાના અગ્રણીઓ, ૧૫ ગામોના સરપંચશ્રીઓ, તાલુકા હેલ્થ ઓફિસરશ્રી, આરોગ્ય કર્મચારીઓ તેમજ NTEP (National Tuberculosis Elimination Programme) ના સ્ટાફ મિત્રો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં આરોગ્ય ટીમ અને સ્થાનિક જનભાગીદારીનો મોટો ફાળો રહ્યો હતો.


