દિવ્યાંગ વ્યકિતઓના કલ્યાણ માટે પારિતોષિક-૨૦૨૫ મેળવવા અરજી કરી શકાશે.
કેન્દ્ર સરકાર અને રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ તરફથી વર્ષ ૨૦૨૫ માટે દિવ્યાંગ વ્યકિતઓના કલ્યાણ અર્થે રાજયકક્ષાના પારિતોષિકો મેળવવા માટે શારિરીક ક્ષતિ ધરાવતી શ્રેષ્ઠ કાર્યક્ષમ વ્યકિતઓ, સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યકિતઓ, દિવ્યાંગોને નોકરી પર રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ તથા દિવ્યાંગ વ્યકિતઓને પગભર કરવાની કામગીરી કરતા પ્લેસમેન્ટ ઓફિસર્સ પારિતોષિક માટે અરજી કરી શકશે.
પારિતોષિક માટે જરૂરી ફોર્મ રોજગાર કચેરીઓમાંથી વિનામૂલ્યે તા.૨૭/૦૩/૨૦૨૬ સુધીમાં ફોર્મ મળી શકશે. સંપૂર્ણ ભરેલ અરજીપત્રક સાથે શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, છેલ્લા ત્રણ માસની અંદરનું ૪૦% કે તેથી વધુ દિવ્યાંગતા અંગેનું તબીબી પ્રમાણપત્ર, પોલીસ વેરિફિકેશન અને સંબધિત તમામ પ્રમાણપત્ર, ખોડ દર્શાવતા પોસ્ટકાર્ડ સાઈઝના ફોટો સહિત બિડાણમાં સામેલ કરી ત્રણ નકલમાં તા.૨૭/૦૩/૨૦૨૬ સુધીમાં મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી, સી-બ્લોક, પમો માળ, બહુમાળી ભવન, નાનપુરા, સુરત ખાતે રૂબરૂમાં અથવા ટપાલ દ્વારા મોકલી આપવું. અધુરી વિગત વાળી/નિયત સમય મર્યાદા બાદની આવેલ અરજી રોજગાર કચેરી ખાતે સ્વીકારવામાં આવશે નહી. વધુ વિગતો માટે ઉપરોક્ત સરનામે રૂબરૂ સંપર્ક સાધવા રોજગાર કચેરી, સુરતની યાદીમાં જણાવાયું છે.





