ધનગૌરી સાર્વજનિક વિદ્યાલય વલવાડામાં વાલી મીટીંગ યોજાઇ.

શ્રી વલવાડા વિભાગ સાર્વજનિક કેળવણી મંડળ વલવાડા સંચાલિત ધનગૌરી સાર્વજનિક વિદ્યાલય વલવાડામાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓના વાલીઓ સાથે વાલી મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ સતિષભાઈ એન. પટેલ ઉપપ્રમુખ મંત્રી, કારોબારી સભ્યો ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું. શાળાના આચાર્યશ્રી દ્વારા વાલીઓને વિદ્યાર્થીઓના
અભ્યાસ માટે સારું વાતાવરણ પૂરું પાડવા તથા બાળકોને પ્રોત્સાહન આપવાની વાત કરી હતી. શાળાના શિક્ષકો દ્વારા વાલીઓને બોર્ડની પરીક્ષા અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું તથા વિદ્યાર્થીઓને સારા પરિણામ પ્રાપ્ત કરવા શાળામાં લેવાતી પ્રીબોર્ડ ટેસ્ટ નિયમિત શાળામાં હાજર રહી આપવાની વાત કરી હતી.





