Traffic Tail

સાંસદ પ્રભુભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને અંબિકા તાલુકાના વલવાડા ખાતે  રાષ્ટ્રીય જનજાતિય ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી

SHARE:

ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતી તથા રાષ્ટ્રીય જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી…

સાંસદ પ્રભુભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને અંબિકા તાલુકાના વલવાડા ખાતે રાષ્ટ્રીય જનજાતિય ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવીઃ

સાંસદના હસ્તે મહુવા વિધાનસભાના આદિજાતિ વિકાસ વિભાગ તેમજ વિવિધ વિભાગોના રૂા.૨.૯૨ કરોડના ૮૧ વિકાસલક્ષી કામોનું ઈ-ખાતમુહૂર્ત તેમજ રૂા. ૪૮.૨૫ લાખના ૧૮ વિકાસલક્ષી કામોનું ઈ-લોકાર્પણ

આદિજાતિ બંધુઓના સર્વાંગી વિકાસ માટેની પ્રતિબધ્ધતા વ્યક્ત કરતા સાંસદ પ્રભુભાઈ વસાવાઃ

આદિજાતિ વિભાગ દ્વારા ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતી તથા જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી બારડોલીના સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને તથા ધારાસભ્ય મોહનભાઇ ઢોડિયાની ઉપસ્થિતિમાં સુરત જિલ્લાના અંબિકા તાલુકાના વલવાડા ખાતે કરવામાં આવી હતી.
આ અવસરે એ જણાવ્યું હતું કે, સાંસદશ્રીએ જણાવ્યું હતું કે, અનેક શૂરવીરોએ આઝાદીના સંગ્રામમાં પોતાના બલિદાનો આપ્યા હતા. રાષ્ટ્રનિર્માણમાં જનજાતિય સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ ૨૦૨૧માં બિરસા મુંડાના જન્મદિવસ તા.૧૫મી નવેમ્બરને ‘જન જનજાતીય ગૌરવ દિવસ’ તરીકે સમગ્ર દેશમાં ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. વર્તમાન વર્ષે ભગવાન બિરસામુંડાની ૧૫૦મી જન્મજયંતિની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે. અંગ્રેજો સામે આઝાદી માટે જંગ માંડયો હતો. સરકારે આદિવાસીઓના કલ્યાણ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મુકીને આદિજાતિ બંધુઓના સર્વાંગી વિકાસ માટે સરકારની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી.
આ અવસરે ધારાસભ્ય શ્રી મોહનભાઈ ઢોડિયાએ અંગ્રેજો સામે લડનારા ભગવાન બિરસામુંડાના જીવન ચરિત્ર વિશે વિસ્તૃત વિગતો આપી હતી.
આ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને ડેડિયાપાડા ખાતે આયોજીત ભગવાન બિરસામુંડાની ૧૫૦મી જન્મદિવસ તથા જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું હતું.
આ અવસરે મહાનુભાવોના હસ્તે મહુવા વિધાનસભાના આદિજાતિ વિકાસ વિભાગ તેમજ વિવિધ વિભાગોના રૂા.૨.૯૨ કરોડના ૮૧ વિકાસલક્ષી કામોનું ઈ-ખાતમુહૂર્ત તેમજ રૂા. ૪૮.૨૫ લાખના ૧૮ વિકાસલક્ષી કામોનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું હતું.
આ અવસરે ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પરમાર, જિલ્લા સંગઠનના પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ, માંડવી પ્રાયોજના વહીવટદાર શ્રી સુનીલ, પ્રાંત અધિકારી શ્રીમતી જીજ્ઞાબેન પરમાર, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા-તાલુકા પંચાયતના પદાધિકારીઓ, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!