Traffic Tail

માંગરોળ-કોસંબા વિસ્તારમાં સ્ક્વૉડ ટીમની તમાકુ વિરોધી ઝુંબેશ

SHARE:

માંગરોળ-કોસંબા વિસ્તારમાં સ્ક્વૉડ ટીમની તમાકુ વિરોધી ઝુંબેશ

બિનઅધિકૃત તમાકુ વેચતા દુકાનદારો અને જાહેર સ્થળે ધૂમ્રપાન કરનારા સામે દંડનીય કાર્યવાહી

રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત સુરત જિલ્લા કક્ષાની સ્ક્વૉડ ટીમે માંગરોળ-કોસંબા વિસ્તારમાં બિનઅધિકૃત તમાકુ વેચાણ કરનાર દુકાનદારો-વેપારીઓ અને જાહેર સ્થળે ધૂમ્રપાન કરનારા સામે દંડનીય કાર્યવાહી કરી સ્થળ પર જ દંડ વસુલ કર્યો હતો.
મુખ્ય જિ.આરોગ્ય અધિકારી અને ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામના નોડલ ઑફિસર ડૉ. અનિલ પટેલના માર્ગદર્શન હેઠળ તમાકુ વિરોધી ઝુંબેશ હાથ ધરી સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડ્ક્ટ એક્ટ-૨૦૦૩ના સઘન અમલીકરણ હેઠળ આ કાર્યવાહી કરાઈ હતી. જિલ્લા કક્ષાની સ્ક્વૉડ ટીમના એપિડેમિક મેડિકલ ઑફિસર ડૉ.કૌશિક મહેતા, રાષ્ટ્રીય તમાકૂ નિયંત્રણ કાર્યક્રમના કાઉન્સેલર કીર્તિરાજ સોલંકી, હેલ્થ સુપરવાઈઝર હસમુખભાઈ રાણા, સોશ્યલ વર્કર મુકેશ શ્રીવાસ્તવ અને પોલીસ ટીમ કામગીરીમાં જોડાયા હતા.
વેપારીઓને સ્ક્વૉડ ટીમે ટોબેકો એક્ટ અંગે તેમજ શૈક્ષણિક સંસ્થાના ૧૦૦ વારની ત્રિજ્યામાં તમાકુ વેચાણ પર પ્રતિબંધ વિષે સમજ આપી નિયમ અનુસાર તમાકુ વેચાણ કરતી દુકાનો પર નોટિસ બૉર્ડ લગાવવાની તાકીદ કરી હતી.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!