બારડોલી આઈ.ટી.આઈ. ખાતે પ્રવેશ મેળવવા અનુરોધઃ

SHARE:

બારડોલી આઈ.ટી.આઈ. ખાતે પ્રવેશ મેળવવા અનુરોધઃ

વર્તમાન પ્રવેશસત્ર-૨૦૨૫ માટે અરજી કરવાની પ્રક્રિયા શરૂ
ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ.) બારડોલી ખાતે ઓગસ્ટ – ૨૦૨૫ પ્રવેશસત્ર માટે વિવિધ કોર્ષમાં પ્રવેશ માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ સંસ્થામાં કુલ ૧૨ વ્યવસાયોમાં પ્રવેશ માટે બેઠકો ઉપલબ્ધ છે. જેમાં ઇલેક્ટ્રિશિયન માટે ૪૦, ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક માટે ૨૪, વાયરમેન માટે ૨૪, વેલ્ડર માટે ૬૦, રેફ્રિજરેશન એન્ડ એર કન્ડીશનિંગ મિકેનિક માટે ૨૪, મિકેનિક મોટર વ્હીકલ માટે ૨૪, મિકેનિક ડીઝલ એન્જિન માટે ૪૮, કમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ માટે ૯૬, મહિલાઓ માટે અલગથી કમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ માટે ૨૪, આર્મેચર મોટેર રીવાઈન્ડિંગ માટે ૪૦, ટર્નર માટે ૨૦ અને કોસ્મેટોલોજી માટે ૨૪ બેઠકો ઉપલબ્ધ છે. પ્રવેશ માટે તા. ૩૦ જૂન,૨૦૨૫ સુધી ઈચ્છુક ઉમેદવારોએન જરૂરી દસ્તાવેજો સાથે આઈ.ટી.આઈ. બારડોલી ખાતે અરજી કરી શકશે તેમ ઔદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્યની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!