Traffic Tail

ચૂંટણી કામગીરીમાં ઉપયોગમાં લેવાતા વાહનોની નોંધણી ફરજીયાત

SHARE:

ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી-૨૦૨૫

ચૂંટણી કામગીરીમાં ઉપયોગમાં લેવાતા વાહનોની નોંધણી ફરજીયાતઃ
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યની ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણી-૨૦૨૫નો કાર્યક્રમ જાહેર થયો છે. જે મુજબ તા.૨૨/૬/૨૦૨૫ના રોજ મતદાન યોજાનાર છે. જેને અનુલક્ષીને સુરત શહેર I/C પોલીસ કમિશનરશ્રી વાબાંગ જામીરે એક જાહરનામા દ્વારા કેટલાક પ્રતિબંધો મૂક્યા છે. જે અનુસાર પોલીસ કમિશનરશ્રીની હકુમત હેઠળના વિસ્તારમાં કોઇ પણ રાજકીય પક્ષના ઉમેદવાર કે કાર્યકરો પોતાના પક્ષના ચૂંટણી પ્રચાર માટે વાહનનો ઉપયોગ જે તે મતવિસ્તારના ચૂંટણી અધિકારી પાસે વાહનની નોîધણી કર્યા સિવાય અને પરવાનગી લીધા સિવાય કરી શકશે નહીં. આ ઉપરાંત ચૂંટણી પ્રચારમાં ઉપયોગમાં લેવાયેલા વાહન ઉપર વીન્ડ સ્ક્રીન ઉપર પરમીટ લગાડયા સિવાય વાહનનો ઉપયોગ કરી શકશે નહીં. જ્યારે વગર પરવાનગીએ વાહનમાં લાઉડસ્પીકરથી ચૂંટણી પ્રચાર કરી શકશે નહી. આ જાહેરનામાનો તા. ૨૫/૬/૨૦૨૫ સુધી અમલ કરાશે. તેનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!