બેંકરમાંથી ફાર્મર બની મશરૂમનું માતબર ઉત્પાદન કરતાં વર્ષાબહેન આલોક

ગુજરાતમાં ‘ઈઝ ઓફ બિઝનેસ’ની જેમ ‘ઈઝ ઓફ ફાર્મિંગ’ પણ છે, વ્યવસાય માટે વિશાળ તકોની ઉપલબ્ધિ જોતાં મશરૂમની ખેતી માટે ગુજરાતની પસંદગી કરી ધોળકામાં મશરૂમની ખેતી માટે કન્ટ્રોલ્ડ એન્વાયર્નમેન્ટ ફાર્મ યુનિટ સ્થાપ્યું છે : વર્ષાબહેન

મશરૂમની ખેતી થકી ધોળકાની 40 મહિલાઓ સહિત 50 લોકોને રોજગારી આપતા વર્ષાબહેન જણાવે છે કે મશરૂમ વે–પ્રોટીન તેમજ અનેક વિટામિનનો સ્રોત છે, જે ખોરાક અને દવા એમ બંનેમાં ઉપયોગી છે…






