Traffic Tail

માંડવી પોલીસ સ્ટેશન દ્વારા જપ્ત વાહનોની તા.૯મીએ જાહેર હરાજી: જાહેર જનતા, વેપારીઓ હરાજીમાં ભાગ લઈ શકશે

SHARE:

માંડવી પોલીસ સ્ટેશન દ્વારા જપ્ત વાહનોની તા.૯મીએ જાહેર હરાજી: જાહેર જનતા, વેપારીઓ હરાજીમાં ભાગ લઈ શકશે
માંડવી પોલીસ સ્ટેશનમાં પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળના ગુનાઓમાં જપ્ત વાહનોની જાહેર હરાજી તા.૦૯/૦૬/૨૦૨૫ ના રોજ સવારે ૧૧.૦૦ વાગ્યે માંડવી પોલીસ સ્ટેશન ખાતે યોજાશે. હરાજીમાં ભાગ લેવા ઇચ્છતા વેપારીઓ, જાહેર જનતાએ તા.૦૭મીએ ૧૧.૦૦ વાગ્યે માંડવી પો.સ્ટે.માં જરૂરી ફોર્મ ભરી ડિપોઝીટના રૂ.૫૦ હજાર ભરી ફોર્મ સાથે આધારકાર્ડ,પાનકાર્ડ, તથા GST નંબરની વિગતો જોડવાની રહેશે. ડિપોઝીટના નાણા રિફન્ડેબલ છે.
હરાજીના વાહનોને હરાજીની તારીખ પહેલા માંડવી પો.સ્ટે.માં નિહાળી શકાશે. હરાજી કમિટીને શરતો સૌને બંધનકર્તા રહેશે એમ માંડવી પી.આઈ. એ.એસ.ચૌહાણની યાદીમાં જણાવાયું છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!