Traffic Tail

મિલનસાર સ્વભાવના ધારાસભ્ય મનુભાઈ પટેલે નવી સિવિલના વિવિધ વોર્ડના દર્દીનારાયણો સાથે ૬૩માં જન્મદિવસની સેવાસભર ઉજવણી કરી

SHARE:

મિલનસાર સ્વભાવના ધારાસભ્ય મનુભાઈ પટેલે નવી સિવિલના વિવિધ વોર્ડના દર્દીનારાયણો સાથે ૬૩માં જન્મદિવસની સેવાસભર ઉજવણી કરી

ધારાસભ્યની ગ્રાન્ટ માંથી નવી સિવિલની લેબોરેટરીને રૂ.૧૦ લાખનું ફૂલી ઓટોમેટેડ હીમોટોલોજી 5-પાર્ટ એનેલાઈઝર મશીન અર્પણ કરાયું

સગર્ભા-ધાત્રી માતાઓને ગોળ-ખજૂર, ૫ દિવ્યાંગોને વ્હીલચેર અને વોકર, બાળકોના વોર્ડમાં બાળકોને રમકડા અર્પણ કરાયા
સુરત શહેરના ઉધના વિસ્તારના ધારાસભ્યશ્રી મનુભાઈ પટેલે પોતાના ૬૩મા જન્મદિવસની સેવાસભર ઉજવણી નવી સિવિલ હોસ્પિટલના વિવિધ વોર્ડના દરિદ્રનારાયણો સાથે કરી હતી.
આ અવસરે તેમણે પોતાની ધારાસભ્યની ગ્રાન્ટમાંથી નવી સિવિલના લેબોરેટરીમાં રૂ.૧૦ લાખનું ફૂલી ઓટોમેટેડ હીમોટોલોજી 5-પાર્ટ એનેલાઈઝર અર્પણ કર્યું હતું. એનાલાઇઝર મશીનથી વિવિધ પ્રકારના શ્વેત રક્તકણો (WBCs)ના નમૂનાઓનું વિશ્લેષણ કરે છે, જે લિમ્ફોસાઇટ્સ, ન્યુટ્રોફિલ્સ, ઇઓસિનોફિલ્સ, મોનોસાઇટ્સ અને બેસોફિલ્સની ગણતરીઓ ઉપયોગી નીવડે છે.
તેમણે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ ધાત્રી અને સગર્ભા માતાઓને ગોળ-ખજૂર, ન્યુટ્રીશન કીટ અર્પણ કરી હતી. બાળકોના વોર્ડમાં બાળકોને રમકડા, દિવ્યાંગોને વ્હીલચેર અને વોકર અર્પણ કર્યા હતા. મનુભાઈએ દર્દીઓના ખબર અંતર પણ પૂછ્યા હતા.
ધારાસભ્ય મનુભાઈ પટેલે કહ્યું કે, સેવાકીય પ્રવૃત્તિઓથી જન્મદિનને ઉજવવાનો હેતુ એ જન્મદિનને ઉત્સવ નહીં, પણ કર્મયોગ બનાવી દે છે. જન્મદિવસે મળેલી શુભેચ્છાઓ કરતાં પણ ઊંડો આત્મસંતોષ ત્યારે મળે, જ્યારે કોઈ અનામ વ્યક્તિના ચહેરે સ્મિત લાવવાનો અવસર મળે અને દિવસ પોતાનો હોય, પણ સેવાઓ દ્વારા એ દિવસે બીજા માટે આશારૂપી ઉજવણી એજ મારા માટે સાચો ઉત્સવ છે હોવાનો મત વ્યકત કર્યો હતો.
નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલાએ કહ્યું હતું કે, જન્મ દિવસ, પુણ્યતિથિ, લગ્ન સાલગીરી સહિતની ઉજવણી હોય ત્યારે દરેક જનસેવક હોસ્પિટલ દાખલ જરૂરિયાતમંદ દર્દીઓની સેવા કરીને ઉજવણી કરે છે. હિમોફેલિયાગ્રસ્ત બાળકોને સ્કૂલ કીટ, રમકડા, સ્પેશિયલફાલ્સીના બાળકોને કસરતની કીટ, મચ્છરદાની સહિત જરૂરિયાત મુજબ વસ્તુઓ અર્પણ કરે છે. જન્મદિવસની ઉજવણી કરોડો રૂપિયાનો ખર્ચ કરીને ન મળી શકે તેવી દર્દીઓની સેવા કરીને પુણ્ય પ્રાપ્તનો આત્મસંતોષની લાગણી અનુભવાય છે.
જન્મદિવસની ઉજવણીને જનસેવા સાથે જોડતા ધારાસભ્યશ્રી મનુભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે મંદિરે પૂજા અર્ચના કરી ગૌ સેવા સાથે દિવસની શરૂઆત કરી હતી. ત્યારબાદ ગરીબ બાળકો તેમજ અનાથ બાળકોને ભોજન અને નોટબુકનું વિતરણ કર્યું હતું. આરોગ્યલક્ષી ફ્રી આંખ નિદાન કેમ્પ થકી જનસેવા કરીને જન્મદિવસની ઉજવણી કરી હતી. મોંઘા સાધનો નિ:શુલ્ક મેળવનાર દિવ્યાંગોની ખુશી તેમના ચહેરા પણ છલકાઈ હતી.
આ પ્રસંગે તબીબી અધિક્ષક ડો. ધારિત્રી પરમાર, નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા, આર.એમ.ઓ.ડો.કેતન નાયક, નર્સિંગ એસો.ની ટીમના સંજય પરમાર, બિપીન મેકવાન, વિભોર ચૂગ સહિત નવી સિવિલના તબીબો, નર્સિંગ સ્ટાફ, ધારાસભ્યના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!