અડાજણથી ભાટપોર ગામને સિટી બસની કનેક્ટિવિટી મળશે: ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈના હસ્તે તા.૨૪મીએ પ્રારંભ થશે
અડાજણથી ભાટપોર ગામ સુધી સિટી બસ સેવાના રૂટને લંબાવવામાં આવ્યો છે. જેથી ભાટપોર ગામને સિટી બસની કનેક્ટિવિટી મળશે. તા.૨૪/૦૫/૨૦૨૫ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે ભાટપોર ગામે ધારાસભ્યશ્રી સંદીપભાઈ દેસાઈ, જાહેર પરિવહન સમિતિના ચેરમેનશ્રી સોમનાથભાઈ મરાઠે, વાઈસ ચેરમેન નીલેશભાઈ પટેલ દ્વારા ફ્લેગોફ આપી આ રૂટનું ઉદ્દઘાટન કરવામાં આવશે. કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલના સીધા માર્ગદર્શન હેઠળ ભાટપોર સુધી સિટી બસસેવાનું જોડાણ થતા ઓરો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, ભાટપોરના ગ્રામજનો તેમજ ભાટપોર GIDC ની વિવિધ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા શ્રમિકો, કર્મચારીઓને જાહેર પરિવહન સેવાનો લાભ મળશે. અને તેઓને અડાજણની સીધી કનેક્ટિવિટી મળી રહેશે.






