508 લાખના ખર્ચે બનેલા બે બેચેકડેમનું ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાના વરદ હસ્તે લોકાર્પણ કરાયું.

મહુવા તાલુકામાં 508 લાખના ખર્ચે બનેલ બે ચેકડેમનુ લોકાર્પણ મહુવા ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાના હસ્તે આજરોજ કરવામાં આવ્યું હતું મહુવા તાલુકાના મુડત તેમજ આજુબાજુના ગામના ખેડૂતોને અતિ ઉપયોગી એવો 295 લાખના ખર્ચે પૂર્ણા નદી પર બનેલ ચેક્ડેમનુ લોકાર્પણ મુડત ગામે મહુવા ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા હસ્તે
કરવામાં આવ્યું હતું.ત્યારબાદ ઓલણ નદી પર ધામખડી ગામની સીમમાં 213.23 લાખના ખર્ચે બનેલ ચેકડેમનુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.પૂર્ણા અને ઓલણ નદી પર લાખો રૂપિયાના માતબાર ખર્ચે બનેલ ચેકડેમ થી દર ઉનાળે ખેડૂતોને સિંચાઈના પાણીની પડતી સમસ્યા હલ થશે.ત્યારે ખેડૂતો ની વર્ષો જૂની સમસ્યા નો આખરે અંત આવી જવા પામ્યો છે.






