વિના મૂલ્ય નેત્ર કેમ્પનું આયોજન

ધનગૌરી સાર્વજનિક વિદ્યાલય વલવાડા માં સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ, સુપર સ્પેશિયાલિટી આંખની હોસ્પિટલ સુપા ગામ દ્વારા વિનામૂલ્યે આંખના નિદાન કેમ્પનું આયોજન તારીખ 18/ 5 /2025 ના રોજ કરવામાં આવ્યું .જેમાં 50 જેટલા આંખના દર્દીઓની તપાસ કરવામાં આવી. જેમાં મોતિયા
માટે 10 દર્દીઓ વેલના 2 દર્દીઓ ને વિના મૂલ્યે ઓપરેશન માટે જાણ કરવામાં આવી .18 જેટલા દર્દીઓને રાહત દરે ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખશ્રી સતિષભાઈ પટેલ ,ઉપપ્રમુખશ્રી ,મંત્રીશ્રી ,સહમંત્રીશ્રી ,કારોબારી સભ્યશ્રી, શાળાના આચાર્યશ્રી તથા શાળાના શિક્ષકો હાજર રહ્યા હતા.






