વસરાઈ માં ધોડિયા સમાજ નાં કુળો ની મિટીંગ મળી

SHARE:

વસરાઈ માં ધોડિયા સમાજ નાં કુળો ની મિટીંગ મળી

દિશા ધોડિયા સમાજ સંગઠન મું.પો. વસરાઈ તા. મહુવા જિ. સુરત ખાતે ધોડિયા સમાજ નાં ૨૮૦ થી વધુ કુળ ગોત્ર આવેલાં છે જે ગુજરાત અને મહારાષ્ટ્ર સુધી ફેલાએલા છે. કુળ ગોત્ર નાં મજબૂત પકડ સમાજ સંગઠનો પર છે. આ ફૂળસંગઠનો સામાજિક સેવાકીય રચનાંત્મકપ્રવૃત્તિ ઓ પણ કરતા રહે છે. આ સંગઠનો નાં હોદ્દેદારોની મિટીંગ ગતરોજ વસરાઈ ખાતે મળી હતી જેમાં આવતા માસે ૭ ડીસેમ્બર નાં રોજ સમગ્ર કુળ નું સ્નેહ મિલન અને સમાજ માં ચાલી રહેલા કુરિવાજો સમાજ સામે નાં પડકારો સમાજ માં વ્યસન નું વધારે પ્રમાણ શિક્ષણ નું પ્રમાણ વધારવા તેમજ નવી પેઢીને નાના લઘુ ઉદ્યોગો તરફ વાળવા માટે ગુજરાત મહારાષ્ટ અને સેલવાસ નાં આગેવાનો વચ્ચે ચર્ચા થઈ હતી આ કુળ સંમેલન આ વિભાગ માં પ્રથમ વાર થઈ રહ્યું છે. તેને લઈને સમાજના કાર્યકર્તા માં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!