Traffic Tail

સુરત શહેરમાં ગણેશ મહોત્સવને અનુલક્ષીને પોલીસ કમિશનરનું જાહેરનામું:

SHARE:

સુરત શહેરમાં ગણેશ મહોત્સવને અનુલક્ષીને પોલીસ કમિશનરનું જાહેરનામું:
સુરત શહેરમાં આ વર્ષે તા.૨૭/૮/૨૦૨૫થી તા.૬/૯/૨૦૨૫ દરમિયાન ગણેશ મહોત્સવની ઉજવણી થનાર છે. આ મહોત્સવ માટે તૈયાર કરવામાં આવતી ગણેશ પ્રતિમા તેમજ સરળ વિસર્જન પ્રક્રિયાને અનુલક્ષીને સુરત શહેર પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગહલૌતે એક જાહેરનામા દ્વારા કેટલાક પ્રતિબંધો મૂક્યા છે.
જે અનુસાર શ્રીજીની માટીની મૂર્તિ બેઠક સહિતની ૦૯(નવ) ફ્રુટ કરતા વધારે ઊંચાઈની બનાવવા, વેચવા, સ્થાપના કરવા ઉપર (તમામ મુર્તીઓનું વિસેજન કૃત્રિમ તળાવ તથા દરિયામાં કરવાનું રહેશે), શ્રીજીની પી.ઓ.પી.ની કે ફાયબરની મૂર્તિ બેઠક સહિતની ૦૫ (પાંચ) ફૂટથી વધારે ઉચાઈની બનાવવા, વેચવા, સ્થાપવા, જાહેર માર્ગ ઉપર પરીવહન કરવા અને નદી, તળાવ સહિતના કુદરતી જળસ્ત્રોતમાં વિસર્જન કરવા ઉપર( માટી તથા પી.ઓ.પી.ની મુર્તીઓનું SMC દ્વારા કૃત્રિમ રીતે બનાવેલ તળાવમાં અથવા દરિયામાં વિસર્જન કરવાનું રહેશે.), ઓવારા વાઇઝ જ્યાં કૃત્રિમ તળાવ બનાવેલ હોય તેવા ઇસ્યુ કરેલ પાસ સિવાયના અન્ય ઓવારા ઉપર આયોજકોને મૂર્તિઓનું વિસર્જન કરવા ઉપર, મૂર્તિકારો જે જગ્યાએ મૂર્તિઓ બનાવવાની કામગીરી કરે છે તે જગ્યા તથા વેચાણ માટે રાખે છે તે જગ્યાની આજુબાજુ તથા નજીકમાં કોઇપણ પ્રકારની ગંદકી કરવા કે કોઇપણ પ્રકારની મૂર્તિ સેડ ઉપર જાહેરમાં ટ્રાફિકને અડચણ થાય તે રીતે ખુલ્લી રાખવવા પર, મૂર્તિઓના સ્થાપના દિવસ બાદ મૂર્તિકારોએ વેચાણ ન થયેલી તથા બનાવટ દરમ્યાન ખંડિત થયેલી મૂર્તિઓને બિનવારસી હાલતમાં મુકવા પર, કોઇપણ ધર્મના લોકોની લાગણી દુભાય એવા કોઇ ચિન્હો કે નિશાની વાળી મૂર્તિઓ બનાવવા/ખરીદવા/વેચવા/સ્થાપના કરવા, વિસર્જન પૂર્ણ થયા બાદ મંડપો બે દિવસથી વધારે દિવસ સુધી રાખવા પર, ફાયબરની મૂતિ વિસર્જનના દિવસે તથા ત્યારબાદ સરઘસના રૂપે બહાર કાઢવા પર, પરમીટમાં દર્શાવેલ રૂટ સિવાયના રૂટ ઉપર વિસર્જન કરવા પર, મુર્તિઓની બનાવટમાં પાણીમાં સરળતાથી ઓગળી ન શકે તેવા ઝેરી કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ પ્રતિબંધો સુરતની બહારથી શ્રીજીની મૂર્તિ લાવી વેચતા મૂર્તિકારો/વેપારીઓને પણ લાગુ પડશે. આ જાહેરનામું તા.૧૧/૮/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!