Traffic Tail

કામરેજ, ઓલપાડ, કિમ અને કોસંબા પોલીસ સ્ટેશન દ્વારા જપ્ત કરાયેલા વાહનોને વાહનમાલિકોએ છોડાવી જવા તાકીદ

SHARE:

કામરેજ, ઓલપાડ, કિમ અને કોસંબા પોલીસ સ્ટેશન દ્વારા જપ્ત કરાયેલા વાહનોને વાહનમાલિકોએ છોડાવી જવા તાકીદ
સુરત જિલ્લાના કામરેજ, ઓલપાડ, કિમ અને કોસંબા પોલીસ સ્ટેશન દ્વારા પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ બાઈક, પિકઅપ, ટેમ્પો, ટ્રક, કાર જેવાવિવિધ ૪૯ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે, જે વાહનોના માલિકોને અનેકવાર લેખિત અને મૌખિક સૂચનાઓ આપવામાં આવી હોવા છતાં આજદિન સુધી તેઓ વાહનો છોડાવવા આવ્યા નથી. જેથી આ વાહનો પર જે માલિકો હક દાવો કરવા ઈચ્છતા હોય તેઓ સત્વરે સંપર્ક કરે. વાહનોની સંપૂર્ણ માહિતી કામરેજ, ઓલપાડ, કિમ અને કોસંબા પોલીસ સ્ટેશન, કામરેજ ડિવીઝનની કચેરી- જૂનું કામરેજ પોલીસ સ્ટેશન અને મહિલા પોલીસ સ્ટેશનના નોટીસ બોર્ડ પર તેમજ ગ્રામ્ય પોલીસની અધિકૃત વેબસાઈટ https://spsurat.gujarat.gov.in પર ઉપલબ્ધ છે એમ વિભાગીય પોલીસ અધિકારી આર.આર.સરવૈયાની યાદીમાં જણાવાયું છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!