Traffic Tail

માંગરોળ પોલીસ સ્ટેશન દ્વારા જપ્ત કરાયેલા વાહનોને વાહનમાલિકોએ છોડાવી જવા તાકીદ

SHARE:

માંગરોળ પોલીસ સ્ટેશન દ્વારા જપ્ત કરાયેલા વાહનોને વાહનમાલિકોએ છોડાવી જવા તાકીદ
સુરત જિલ્લાના માંગરોળ પોલીસ સ્ટેશન દ્વારા પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ વિવિધ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે, જે પૈકી ૧૦ બાઈક, ૪ પિકઅપ, ૩ બોલેરો, ૧ એસેન્ટ કાર, ૧ રિક્ષા, ૧ ઝેનોન, ૩ ટાટા ટેમ્પો-છોટા હાથી એમ કુલ ૨૩ વાહનોના માલિકોને અનેકવાર લેખિત અને મૌખિક સૂચનાઓ આપવામાં આવી હોવા છતાં આજદિન સુધી તેઓ વાહનો છોડાવવા આવ્યા નથી. જેથી આ વાહનો પર જે માલિકો હક દાવો કરવા ઈચ્છતા હોય તેઓ સત્વરે સંપર્ક કરે. વાહનોની સંપૂર્ણ માહિતી માંગરોળ પોલીસ સ્ટેશનના નોટીસ બોર્ડ પર તેમજ ગ્રામ્ય પોલીસની અધિકૃત વેબસાઇટ https://spsurat.gujarat.gov.in પર ઉપલબ્ધ છે એમ એમ માંગરોળ પોલીસ ઇન્સ્પેકટર એમ.એચ. સોલંકીની યાદીમાં જણાવાયું છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!