વહેવલ ગામની સીમમાં વાંસદા કપડવંજ ST બસ રોડની સાઈડમાં ઉતરી થાંભલા સાથે….

SHARE:

વહેવલ ગામની સીમમાં વાંસદા કપડવંજ ST બસ રોડની સાઈડમાં ઉતરી થાંભલા સાથે….

ગુજરાત એસટી નિગમ ની કપડવંજ ડેપો ની વાંસદા કપડવંજ રૂટ ની એક બસ ના ચાલકે મહુવા તાલુકા ના વહેવલ ગામ ની સીમ માં કાબુ ગુમાવતા બસ રોડ ની બાજુમાં થાંભલા સાથે અથડાઈ પલટી મારી ગઈ હતી. જો કે બસ માં બેઠેલા મુસાફરો નો આબાદ બચાવ થયો હતો.

સવારે 11 મુસાફરો સાથે વાંસદા થી કપડવંજ જવા નીકળેલી એસટી બસ નં .જીજે 18 ઝેડ 8086 નિર્ધારિત રૂટ ઉપર વાયા મહુવા માર્ગે બારડોલી તરફ આવી રહી હતી. બસ ના ચાલક બળવંત મંગલ પ્રજાપતિએ પૂર ઝડપે હંકારાતી બસ ના સ્ટીયરીંગ ઉપરથી કાબુ ગુમાવતા મહુવા તાલુકા ના વહેવલ ગામ ની સીમ માં બસ રોડ ની ડાબી તરફ નીચે ઊતરતા સિમેન્ટ ના થાંભલા સાથે અથડાઈ ને પલટી મારી આડી પડી હતી. બસ માં બેઠેલા 11 મુસાફરો નો આબાદ બચાવ થયો હતો. બસ ને ભારે નુકશાન પહોચતા કન્ડક્ટર મુકેશ સોલંકી ની ફરિયાદ આધારે મહુવા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. બારડોલી ડેપો ની જાણ કરતા ટ્રાફિક ઈન્સ્પેક્ટરે અકસ્માત ન સ્થળે પહોંચી મુસાફરો ને અન્ય બસ માં રવાના કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!