Traffic Tail

ફોટોગ્રાફરનો પશુ પ્રેમ અંધારી રાતમાં વન વિભાગ કેમ પહોંચ્યું ભગવાનપુરા જુઓ શું છે હકીકત….

SHARE:

ફોટોગ્રાફરનો પશુ પ્રેમ અંધારી રાતમાં વન વિભાગ કેમ પહોંચ્યું ભગવાનપુરા જુઓ શું છે હકીકત….

અંધારી રાતમાં શિકારીથી બચેલા ઘુવડને રાહદારીઓએ બચાવી વન વિભાગ ને સોંપ્યું.

સુરત,મહુવા:-સૂત્રો દ્વારા 13 મેં ના રોજ પ્રાપ્ત થતી વિગત મુજબ મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર ભગવાન પુરા બસ સ્ટોપ નજીક અંધારી રાતમાં લગ્ન પ્રસંગમાં વિડિયો શૂટિંગ કરી પરત ફરી રહેલા દેવાંગ પટેલ અને ભાવિન ઢોળીયા નામના બે યુવકો ને રોડની સાઈડમાં કંઈક વધુ પડતી હલચલ નજરે પડી હતી બન્ને યુવાનોને વાહન થભાવી જોતો નિસાચર પક્ષી ઘુવડ હોવાનું જાણવા મળ્યું હતું.પરંતુ વિશાળ કદ ના પક્ષીને પકડવું મુશ્કેલ જણાતા તે અરસામાં અન્ય રાહદારી જગદીશભાઈ,હિરેનભાઈ,અજયભાઈ આવી પહોંચ્યા હતા જેમાં જગદીશ ભાઈ એ વિશાળકદના પક્ષીને પકડી લીધું હતું અને જોતા ઘુવડ નો શિકાર થતાં બચી જતાં તે અહીંયા પડ્યું હોવાનું અનુમાન લગાવ્યું હતું પરંતુ મધ્યરાત્રી એ ઘાયલ પક્ષીને બચાવ માટે કોઈ વિકલ્પ જણાયો ના હતો આખરે વન વિભાગ મહુવા ને જાણ કરાતા મધ્યરાત્રીએ વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને લુપ્ત થવાના કગારના આ ઘુવડ પક્ષીને વન વિભાગે કબજો મેળવી સારવાર અર્થે લઈ ગયા હતા.ત્યારે આજના આધુનિક યુગમાં ફોટો સ્ટુડિયોનું કામ કરતા યુવકોનો પ્રકૃતિ પ્રત્યે ના ઉચ્ચ વિચાર અને પશુ પ્રેમ ખુબજ સરાહનીય કામગીરી ગણી શકાય એમ છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!