Traffic Tail

બારતાડ ગામે 34 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું.

SHARE:

બારતાડ ગામે 34 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું.

પોલીસ સૂત્ર પાસેથી પ્રાપ્ત થતી વિગત મુજબ મહુવા તાલુકાના બારતાડ ગામના પટેલ ફળિયામાં રહેતો 34 વર્ષીય વિકાશભાઈ પ્રકાશભાઈ પટેલ જેઓ 18 વર્ષની ઉંમરના હતા ત્યારથી જ અસ્થિર મગજના થઈ ગયેલ હતા.ત્યારબાદ એના માતા પિતાનું પણ અવસાન થતાં મગજ પર વધુ અસર થતા તેમની સારવાર નવસારી તેમજ ઉનાઈ ખાતે ચાલી રહી હતી.જેઓ ગઈકાલે જમી પરવારી સાડા સાતેક વાગ્યાના આસપાસ ઘરમાં સુવા ગયા હતા આજરોજ તેમના ઘરના રૂમમાં આવેલ હીંચકા ના કડા સાથે પોતાની જાતે શેરવાની નો લાલ કલરના દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું.ઘટના અંગે મહુવા પોલીસને જાણ કરાતા મહુવા પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!