મકાનો/બંગલાઓમાં કામ કરનારાઓની ફરજિયાત ઓનલાઈન નોંધણી કરાવવા અંગે પોલીસ કમિશનરનું જાહેરનામું
શહેરની શાંતિ અને સલામતી અર્થે I/C પોલીસ કમિશનરશ્રી વાંબાગ જામીરે એક જાહેરનામું બહાર પાડ્યું છે. જે અનુસાર પોલીસ કમિશનરેટ વિસ્તારમાં મકાનો/ બંગલાઓ કે વિવિધ ઉદ્યોગોમાં કામ કરતા કે કામ પર રાખવાના હોય તેવા કાયમી/હંગામી કે કોન્ટ્રાક્ટ પર કામ કરતાં મજૂરો, ઘરઘાટી, નોકર, ડ્રાઇવર, રસોઇયા, વોચમેન, માળી વગેરેની માહિતી સીટીઝન પોર્ટલ વેબસાઇટ(www.gujhome.gujarat.gov.in) પર ફરજિયાત પણે ઓનાલાઈ નોંધણી કરાવવાની રહેશે તેમજ પોતાની પાસે પણ રાખવાની રહેશે. તેમજ મકાન/બંગલા, કારખાનેદાર, તથા અન્ય ઉદ્યોગો સાથે સંકળાયેલા માલિકો/દલાલ/સ્ટાફનું નામ, સરનામું ટેલિફોન નંબર, કામે રાખેલા નોકરનું પૂરૂ નામ, ફોટો, ઓળખ ચિન્હો, હાલનું અને મૂળ વતનનું પૂરૂ સરનામું,સ્થાનિક પો.સ્ટે. નું નામ,ટેલીફોન નંબર, નોકર/મજૂરોને કામે રાખ્યાની તારીખ, ભલામણ કારનારનું નામ, સરનામું, ટેલીફોન નં., નોકરના બે-ત્રણ સગા સબંધીના સ્થાનિક અને વતનના નામ-સરનામા સહિતની માહિતી જાળવી પોલીસ દ્વારા માંગણી થયે પૂરી પાડવાની રહેશે. આ હુકમ તા.૨૯/૫/૨૦૨૪ સુધી અમલમાં રહેશે. અને તેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.





