૧૫૭-માંડવી વિધાનસભાના ૭૯૨ પ્રિસાઈડીંગ-પોલીંગ ઓફિસરોને ચૂંટણી કામગીરીની પ્રથમ તાલીમ અપાઈ
ચૂંટણીપ્રક્રિયા તેમજ EVM મશીનના પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન તેમજ વિવિધલક્ષી કામગીરીથી તાલીમબદ્ધ કરાયા
લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ૧૫૭- માંડવી વિધાનસભાના ૩૭૯ પ્રિસાઈડીંગ અને ૪૧૩ પોલીંગ મળી કુલ ૭૯૨ પ્રિસાઈડીંગ-પોલીંગ ઓફિસરોને વી.એફ.હાઇસ્કુલ, માંડવી ખાતે ચૂંટણી કામગીરીની પ્રથમ તાલીમ આપવામાં આવી હતી.
મદદનીશ ચૂંટણી અધિકારી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી(મહેસુલ) શ્રી પિયુષ પટેલ, મામલતદારશ્રી એફ.બી વસાવાની ઉપસ્થિતિમાં અહીંના ૮ ટ્રેનિંગ હોલમાં તાલીમાર્થીઓને લોકસભાની ચૂંટણીમાં ચૂંટણી અધિકારીઓના કર્તવ્યો, કામગીરી અને ધ્યાનમાં રાખવાની બાબતો તેમજ મતદાનના દિવસે ભરવાના થતાં જરૂરી ફોર્મ્સ અંગે જાણકારી અપાઈ હતી. આ ઉપરાંત, ચૂંટણીની કામગીરીને લગતી વ્યવસ્થા, ચૂંટણીપ્રક્રિયા તેમજ EVM મશીનની પ્રેક્ટિકલની વ્યક્તિગત તાલીમ આપવામાં આવી હતી. આ સાથે ચૂંટણીની કામગીરીમાં ઉપયોગમાં લેવામાં આવતું મટીરિયલ, બુથ વ્યવસ્થા, પોલીંગ સામગ્રી, બુથ એજન્ટની નિમણૂંક અંગે તાલીમાર્થીઓને માહિતગાર કરાયા હતા. સાથોસાથ મતદાન માટે વૈધાનિક તથા બિનવૈધાનિક પુરાવાઓ, ઈ.વી.એમ. સિલીંગ તેમજ પોલીંગ પૂર્ણ થયા બાદ ઈ.વી.એમ.ને પરત ડિસ્પેચિંગ સેન્ટર સુધીની પહોંચાડવાની તાલીમ આપવામાં આવી હતી.





