સુરત શહેર-જિલ્લામાંથી આચાર સંહિતાનો અમલ થતા ૩૧૭૮ હોડિંગ,પેઈન્ટીગ દૂર કરાયા

SHARE:

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪
 
સુરત શહેર-જિલ્લામાંથી આચાર સંહિતાનો અમલ થતા ૩૧૭૮ હોડિંગ,પેઈન્ટીગ દૂર કરાયા
ભારતીય ચુંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીઓની તારીખ જાહેર કરવામાં આવી છે. જેના ભાગરૂપે સુરત જિલ્લામાં આચારસંહિતાના ચુસ્ત અમલ માટે તંત્ર દ્વારા પ્રચારસામગ્રી દુર કરવામાં આવી રહી છે. સુરત શહેર-જિલ્લાની તમામ ૧૬ વિધાનસભા વિસ્તારમાં પ્રથમ દિવસે તંત્ર દ્વારા હોડિંગ્સો, પોસ્ટરો તેમજ દિવાલ પર દોરેલા ચિત્રોને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
સુરત જિલ્લામાંથી પબ્લીક તથા ખાનગી સ્થળોએથી ૮૧૦ વોલ પેઇન્ટિંગ, ૧૨૭૨ પોસ્ટરો, ૪૪૦ બેનરો તથા અન્ય ૬૫૬ મળી કુલ ૩૧૭૮ પ્રચાર સામગ્રી દુર કરવામાં આવી હતી.
વિગતે જોઈએ તો સુરત ઉત્તર ૪૦,વરાછા રોડમાંથી ૨૪, કરંજમાંથી ૨૧, લીંબાયતમાં ૩૭૫, સુરતપુર્વમાંથી ૧૪૪, ઉધનામાંથી ૪૧૫, મજુરામાંથી ૯૯, કતારગામમાંથી ૫૪, સુરતપશ્વિમમાંથી ૪૫, ચોર્યાસીમાંથી ૭૦૮, બારડોલીમાંથી ૫૫૨, મહુવામાંથી ૫૮, ઓલપાડમાંથી ૨૨૫, કામરેજમાંથી ૧૬૩, માંડવીમાં ૭૩, માંગરોળમાં ૧૮૨ જેટલા વોલ પેઇન્ટિંગ, પોસ્ટરો, બેનર સહિતની પ્રચાર સામગ્રી દુર કરીને આદર્શ આચારસંહિતા સહિતા અમલીકરણ કરવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!