‘મહિલાઓને અથાણા, ચટણી, જામ જેવી ચીજવસ્તુઓ બનાવવાની તાલીમ યોજાશે.

SHARE:

‘મહિલાઓને અથાણા, ચટણી, જામ જેવી ચીજવસ્તુઓ બનાવવાની તાલીમ યોજાશે
 
તાલીમ લેવા માટે મહિલાઓએ તા.૧૧મી મે સુધી આઈ-ખેડુત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશેઃ
સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ માટે વર્તમાન વર્ષ: ૨૦૨૪-૨૫માં એચ.આર.ટી-૫ યોજના અંતર્ગત ‘મહિલા તાલીમાર્થીઓને વૃતિકા (સ્ટાઈપેંડ)’ આપવા માટે આઈ-ખેડુત પોર્ટલ પર અરજીઓ મેળવવા પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવ્યું છે. આ માટે મહિલાઓએ તા.૧૧-૦૫-૨૦૨૪ સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે. જે મહિલા તાલીમાર્થીઓને વૃતીકા (સ્ટાઇપેંડ) ઘટકમાં અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ નકલ સાથે સાધનિક પુરાવાઓ સાથે રૂબરૂ કે ટપાલથી નાયબ બાગાયત નિયામકની કચેરી, લાલ બંગલા સામે, ઓલપાડી મહોલ્લો, અઠવાલાઇન્સ, સુરત (ફોન નં:-૦૨૬૧-૨૬૫૫૯૪૮), સુરતના સરનામે મોકલી આપવાની રહેશે. આ તાલીમમાં ભાગ લેનાર મહિલાઓને વિવિધ ફળ અને શાકભાજીમાંથી બનતી વિવિધ બનાવટો જેવી કે અથાણા, ચટણી, કેન્ડી, જામ, જેલી, કેચપ, માર્માલેડ, નેક્ટર,
મુરબ્બા, સીરપ વગેરે જેવી વાનગીઓની થીયરી અને પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવશે.
આ તાલીમનો સમયગાળો ૨ દિવસ અને ૫ દિવસનો રહેશે. નિયત થયેલા સ્થળે તાલીમ યોજાશે. પોર્ટલમાં અરજી કરનાર તાલિમાર્થીઓને પ્રતિ દિન રૂ. ૨૫૦ લેખે વૃતિકા આપવાની સરકાર જોગવાઇ કરી છે જેનો મહત્તમ લાભ લેવા નાયબ બાગાયત નિયામક-સુરતની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!