સુરત શહેર-જિલ્લાની તમામ વિધાનસભા વિસ્તારોમાં વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી શકિત વંદના કાર્યક્રમો યોજાશે
સુરત જિલ્લામાં માંગરોળના વાંકલ તથા પલસાણાના એના ગામે નારી શકિત વંદનાના કાર્યક્રમ યોજાશેઃ
વડાપ્રધાનશ્રી વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાજયભરમાં ૧૩ હજાર સ્વ-સહાય જુથોને રૂા.૨૫૦ કરોડની સહાય એનાયત થશેઃ
રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (એનઆરએલએમ) અને રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન (એનયુએલએમ) અંતર્ગત સ્વ સહાય જૂથની મહિલાઓને વિવિધ સહાય વિતરણ
રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (એનઆરએલએમ) અને રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન (એનયુએલએમ) અંતર્ગત આગામી તા.૬/૦૩/૨૦૨૪ના રોજ સુરત શહેર- જિલ્લામાં વિકસિત ભારત વિકસિત ગુજરાત–નારી શક્તિ વંદનાના કાર્યક્રમો તમામ વિધાનસભા બેઠકોમાં યોજાશે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સમગ્ર રાજયમાં ૧૩ હજારથી વધુ સ્વ-સહાય જુથની ૧.૩૦ લાખથી વધુ મહિલાઓને રૂા.૨૫૦ કરોડથી વધુની સહાય એનાયત કરવામાં આવશે. જે અંતર્ગત સુરત જિલ્લાની તમામ વિધાનસભા મતવિસ્તારમાં સવારે ૧૧.૦૦ વાગે વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી વંદના કાર્યક્રમો યોજાશે. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ખાતે તથા પલસાણા તાલુકાના એના ગામે નારી શકિત વંદના કાર્યક્રમો યોજાશે. જયારે માંડવી વિધાનસભાનો કાર્યક્રમ સોનગઢ અને મહુવા વિધાનસભાનો કાર્યક્રમ વાલોડ ખાતે યોજાશે. જયારે શહેરની તમામ વિધાનસભાઓમાં કાર્યક્રમો યોજાશે. કાર્યક્રમમાં મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ તથા અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.
રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (એનઆરએલએમ) અને રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન (એનયુએલએમ) અંતર્ગત સ્વ સહાય જૂથની મહિલાઓને વિવિધ સહાય વિતરણ કરવામાં આવશે. વડાપ્રધાનશ્રી વર્ચ્યુઅલ અને પાટણ ખાતે મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાનાર આ વિકસિત ભારત વિકસિત ગુજરાત – નારી શક્તિ વંદના કાર્યક્રમમાં મહિલાઓને વિવિધ સહાયથી લાભાન્વિત કરવામાં આવશે. કાર્યક્રમમાં સખીમંડળના વિવિધ સ્ટોલ તથા લાભાન્વિત બહેનોના પ્રતિભાવો દ્વારા અન્ય બહેનોને પ્રેરીત કરવામાં આવશે.





