ઓલ્ડ ટેક્સ રિજિમનો વિકલ્પ સ્વીકારવા માંગતા તમામ પેન્શનરોએ રોકાણની વિગતો અને પુરાવાઓ સાથે તા.૧૫ માર્ચ ૨૦૨૪ સુધીમાં પેન્શન ચુકવણા કચેરી-સુરતને જાણ કરવી
ન્યુ ટેક્સ રિજિમનો વિકલ્પ સ્વીકારતા પેન્શનરોને આવકવેરા કાયદા હેઠળ કરપાત્ર આવક પર આવકવેરાની કપાત કરાશે
આગામી નાણાકીય વર્ષ ૨૦૨૪-‘૨૫થી આવકવેરા કાયદા હેઠળ આવકવેરાની ગણતરી માટે New Tax Regime અને Old Tax Regime એમ બે વિકલ્પ આપવામાં આવ્યા છે. જેથી Old Tax Regimeનો વિકલ્પ સ્વીકારવા માંગતા તમામ પેન્શનરોએ કરેલ રોકાણની વિગતો અને પુરાવાઓ આવક/ટેક્ષ ગણતરીના પત્રકની રજૂઆત સાથે તા.૧૫-૦૩-૨૦૨૪ સુધીમાં પેન્શન ચુકવણા કચેરી, સુરતને લેખિતમાં આપવાનું રહેશે. તે સિવાયના બાકીના તમામ પેન્શનરો New Regimeનો વિકલ્પ સ્વીકારવા માંગે છે તેમ માનીને આવકવેરા કાયદા હેઠળ કરપાત્ર આવક પર આવકવેરાની કપાત કરવામાં આવશે તેમ શ્રેયાન તિજોરી અધિકારી, પેન્શન ચુકવણા કચેરી-સુરતનાની યાદીમાં જણાવાયુ છે.





