કાછલ કોલેજમાં ૭ દિવસીય બેઝિક મેકઅપ કોર્ષનું આયોજન કરવામાં આવ્યું.

SHARE:

કાછલ કોલેજમાં ૭ દિવસીય બેઝિક મેકઅપ કોર્ષનું આયોજન કરવામાં આવ્યું.

સુરત,મહુવા:‌-સરકારી, વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ કાછલમાં તારીખ ૧૭/૦૨/૨૦૨૪ થી તારીખ ૨૪/૦૨/૨૦૨૪ સુધી આચાર્યશ્રી ડૉ.હેતલ એસ.ટંડેલ મૅડમનાં માર્ગદર્શન હેઠળ સપ્તધારા અંતર્ગત વિદ્યાર્થીઓ પોતાનામાં રહેલ પ્રતિભા ઓળખી શકે તેમજ પોતે પગભર થઈ શકે એ હેતુસર ૭ દિવસીય બેઝિક મેક-અપ કોર્ષનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટ્રેનર તરીકે કોલેજના જ ભૂતપૂર્વ વિદ્યાર્થી તેમજ મેક-અપ આર્ટીસ્ટ શ્રી.સાહિલ પટેલે સેવા આપી હતી. ઉપરોક્ત કોર્ષમા કોલેજના કુલ ૪૫ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન સપ્તધારા કો-ઓર્ડીનેટર ડૉ.ધ્વનિ દેસાઈએ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!