બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં બારડોલી વિધાનસભા વિસ્તારનો પી.એમ.આવાસોના ઈ-લોકાર્પણ અને ઈ-ગૃહપ્રવેશ કાર્યક્રમ યોજાયો
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સુરત જિલ્લાની તમામ વિધાનસભાઓમાં નિર્મિત પી.એમ.આવાસો, BLC આવાસોના ઈ-લોકાર્પણ અને ઈ-ગૃહપ્રવેશ
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાજયભરમાં નિર્માણ કરાયેલા સવા લાખથી વધુ પી.એમ.આવાસો તેમજ લાભાર્થીઓ દ્વારા નિર્મિત BLC આવાસોનું વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ઈ-લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. જેના ભાગરૂપે બારડોલી વિધાનસભા વિસ્તારનો કાર્યક્રમ ધામડોદ-લુંભાના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ધારાસભ્યશ્રી ઈશ્વરભાઈ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આ અવસરે ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે, ગરીબ અને મધ્યમવર્ગના લોકોને ઘરના ઘર મળી રહે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ રહી છે. વડાપ્રધાનશ્રીએ વર્ચ્યુઅલ ઉપસ્થિત રહીને રાજયના સવા લાખથી વધુ આવાસોનું ઈ-લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું છે. જેમાં બારડોલી અને પલસાણા વિસતારના આવાસોનો સમાવેશ થયો છે. આગામી સમયમાં હજુ પણ બાકી રહેતા લાભાર્થીઓને ઘરો આપવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.
આ અવસરે તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર તથા મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.





