વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરતા માંડવી તાલુકાના બોરી ગામના ગ્રામવાસીઓ

SHARE:

વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરતા માંડવી તાલુકાના બોરી ગામના ગ્રામવાસીઓ

કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ
કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી સુરતના માંડવી તાલુકાના બોરી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો. જ્યાં ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.
શાળાના શિક્ષક ઈશ્વરભાઈ ચૌધરી દ્વારા પ્રાસંગિક ઉદ્દબોધન કરવામાં આવ્યું હતું અને વિકસિત ભારત સંકલ્પ યાત્રા વિશે તેમજ તમામ યોજના વિશે ગ્રામજનોને માહિતી પૂરી પાડી હતી. તેમજ વિવિધ શાખાના અધિકારી, કર્મચારી દ્વારા કેન્દ્ર અને રાજય સરકારની પોષણ અભિયાન, પી.એમ કિસાન સન્માન નિધિ યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ, જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી, આઈ.સી.ડી.એસ. વિભાગ, પશુપાલન માટેની યોજનાઓ જેવી વિવિધ વિભાગોની યોજનાઓ વિષે વિસ્તૃત માહિતી પુરી પાડવામાં આવી હતી.
આ અવસરે મહાનુભવોના હસ્તે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ પોષણ અભિયાન, પી.એમ.જે.વાય, સખી મંડળ, ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગના, આઈ.સી.ડી.એસ વિભાગના લાભાર્થીઓએ પોતાના અનુભવો જણાવ્યા હતા.
જિલ્લા મદદનીશ ખેતી નિયામકશ્રી પુષ્પકાન્ત સ્વર્ણકાર, વિસ્તરણ અધિકારી દલસીગભાઇ ચૌધરી, સુરત જિલ્લાના પાણી પુરવઠાના વાસ્મો કેતનભાઈ ચૌધરી, મેડિકલ ઓફિસર ડો.ચિનલભાઇ જેસડીયા, સરપંચ ભાનુબેન હસમુખભાઇ રાઠોડ, bnm મમતાબેન વાળા, તલાટી કમમંત્રીશ્રી નિકુજભાઇ ચૌધરી, શા‌‌‌‌ળાના શિક્ષકો, ગામસેવક, આંગણવાડી કાર્યકર બહેનો, આરોગ્ય સ્ટાફ અને અન્ય વિભાગના અધિકારી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!