તા.૧૦મીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સુરત જિલ્લાની તમામ વિધાનસભાઓમાં નિર્મિત પી.એમ.આવાસો, BLC આવાસોના ઈ-લોકાર્પણ અને ઈ-ગૃહપ્રવેશ

SHARE:

તા.૧૦મીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સુરત જિલ્લાની તમામ વિધાનસભાઓમાં નિર્મિત પી.એમ.આવાસો, BLC આવાસોના ઈ-લોકાર્પણ અને ઈ-ગૃહપ્રવેશ
 
જિલ્લાની ૬ વિધાનસભાઓમાં ૪,૯૬૦ પી.એમ.આવાસ યોજનાના લાભાર્થીઓના આવાસોનું ઈ-લોકાર્પણ તથા ઈ-ગૃહ પ્રવેશ
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાજયભરમાં નિર્માણ કરાયેલા એક લાખથી વધુ પી.એમ.આવાસો તેમજ લાભાર્થીઓ દ્વારા નિર્મિત BLC આવાસોનું તા.૧૦મી ફેબ્રુઆરીએ બપોરે ૧૨.૦૦ વાગ્યે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ઈ-લોકાર્પણ કરાશે. જેના ભાગરૂપે તમામ વિધાનસભાઓ અંતર્ગત સુરત જિલ્લાની ૬ વિધાનસભાઓમાં આવાસોના ઈ-લોકાર્પણ અને ઈ-ગૃહપ્રવેશ કાર્યક્રમ યોજાશે.
સુરત જિલ્લામાં બારડોલી વિધાનસભા વિસ્તારનો કાર્યક્રમ ધામદોડ લુંભા ખાતે, મહુવા વિધાનસભાનો કાર્યક્રમ ભગવાનપુરા ગામે, ઉમરપાડા-માંગરોળ વિધાનસભાનો કાર્યક્રમ ઝંખવાવ ખાતે, માંડવીમાં નગરપાલિકા ગ્રાઉન્ડ, ઓલપાડમાં આર્ટસ અને કોમર્સ કોલેજ ગ્રાઉન્ડ, હાથીસા રોડ ખાતે તેમજ કામરેજ વિધાનસભામાં કામરેજ ચાર રસ્તા પાસે અવંતિકાપૂરી સોસાયટી ગ્રાઉન્ડમાં કાર્યક્રમ યોજાશે. જિલ્લાની છ વિધાનસભાઓમાં યોજાનારા કાર્યક્રમોમાં મંત્રીઓ, ધારાસભ્યો સહિત પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ૪,૯૬૦ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓના આવાસોનું ઈ-લોકાર્પણ તથા ઈ-ગૃહ પ્રવેશ કરાવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!