સુક્ષ્મ ખાદ્ય ઉદ્યોગો માટે સહાયક બનતી પ્રધાનમંત્રી સુક્ષ્મ ખાદ્ય સંસ્કરણ ઉન્નતિ યોજના
પ્રધાનમંત્રી માઈક્રોફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઈઝ ફોર્મલાઈઝેશન (PMFME) યોજનાથી ખેત ઉત્પાદન સંગઠન (FPO), સ્વ સહાય જૂથ (SHG), તથા સહકારી સમિતિઓના સૂક્ષ્મ ઉદ્યોગોને મળશે પ્રોત્સાહન
રાજયમાં વિવિધ ખેત પેદાશ આધારિત ઉત્પાદનો માટે પ્રધાનમંત્રી સૂક્ષ્મ ખાદ્ય સંસ્કરણ ઉન્નતિ યોજના હેઠળ સ્વ- સહાય જૂથોના દરેક સદસ્યને રૂ.૪૦,૦૦૦ની સહાય મળવાપાત્ર છે. કેન્દ્ર સરકારની એક જિલ્લો એક ઉત્પાદન (ODOP) PMFME યોજના અંતર્ગત દેશભરમાં અસંગઠિત ખાદ્ય પ્રોસેસિંગ ક્ષેત્રમાં આશરે ૨૫ લાખ ખાદ્ય પ્રોસેસિંગ ઉદ્યોગો કાર્યરત છે. પ્લાન્ટ અને મશીનરીમાં માત્ર ૭ ટકા રોકાણ અને ૩ ટકા બાકી રકમ સાથે અસંગઠિત ઉદ્યોગોનો રોજગારીમાં ૭૪ ટકા ફાળો છે. જેમાંથી એક તૃતિયાંશ મહિલાઓ છે. ઉત્પાદનમાં ૧૨ ટકા અને વેલ્યુએડિશનમાં ૨૭ ટકા ફાળો રહ્યો છે. કુલ એકમો પૈકી ૬૬ ટકા ગ્રામીણ ક્ષેત્રોમાં કાર્યરત છે અને ૮૦ ટકા જેટલા પરિવાર આધારિત એકમો છે. આ ઉદ્યોગોને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. જેની સીધી અસર જે તે ઉદ્યોગના કામ અને વિકાસ પર પડતી જોવા મળી રહી છે. ત્યારે આ ક્ષેત્રની મુશ્કેલીઓને દૂર કરવા ભારત સરકારના ઉદ્યોગ મંત્રાલયે પ્રધાનમંત્રી માઈક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઈઝ ફોર્મલાઈઝેશન (PMFME) યોજના અમલી બનાવી છે જેમાં ગુજરાત સરકારનો ૪૦ ટકાથી વધુ ફાળો રહ્યો છે.
PMFME યોજનાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે, ટેકનોલોજીની માહિતી, સ્કીલની તાલીમ તથા આર્થિક સહયોગ દ્વારા સુક્ષ્મ ઉદ્યોગોની ક્ષમતાનું નિર્માણ કરવા તથા પ્રોત્સાહન આપવામા માટે છે. તેમજ ટેકનોલોજીના અપગ્રેડેશન માટે હાલમાં કાર્યરત ઉદ્યોગોને આર્થિક સહાય કરવાની સાથે સાથે ખેત ઉત્પાદન સંગઠન (FPO), સ્વ સહાય જૂથ (SHG), તથા સહકારી સમિતિઓને સૂક્ષ્મ ઉદ્યોગોની શ્રેણીને સંપૂર્ણ મૂલ્યવૃદ્ધિમાં સહાય કરવાનો મુખ્ય ઉદ્દેશ રહ્યો છે. અને કાર્યરત ઉદ્યોગોને વિવિધ સરકારી નોંધણી માટે સહયોગ આપવો બ્રાન્ડિંગ તથા માર્કેટિંગને મજબૂત કરવા છે.
PMFME યોજનાનો લાભ મેળવવા માટેના માપદંડ જરૂરી છે. જેમાં સૂક્ષ્મ ખાદ્ય પ્રોસેસિંગ એકમ કાર્યરત હોવું જોઈએ. એકમ અસંગઠિત હોવું જોઈએ. તેમજ તેમાં ઓછામાં ઓછા ૧૦ કામદારો હોવા જોઈએ, નવા સૂક્ષ્મ ખાદ્ય પ્રોસેસિંગ એકમ એક જિલ્લો- એક ઉત્પાદન અંતર્ગત નિશ્ચિત થયેલા ઉત્પાદનનો હોવો જોઈએ. અરજી કરનાર વ્યક્તિ પાસે ઉદ્યોગની માલિકી હક હોવો જોએ . માલિકીના હક તરીકે પ્રોપરાઈટર અથવા તો પાર્ટનરશિપ હોવી જોઈએ. અરજી કરનાર વ્યક્તિની ઉંમર ૧૮ વર્ષ કરતાં વધુ હોવી જોઈએ.
PMFME યોજનાના લાભથી ખાનગી માઈક્રો ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગો માટે ઉદ્યોગ દીઠ પાત્ર પ્રોજેક્ટને ખર્ચના ૩૫ ટકા (રૂ.૧૦ લાખ સુધી ) ક્રેડિટ લિંક્ડ સબસિડી આપવામાં આવે છે. FPO, નિર્માતા, સહકારી અને સ્વ – સહાય જૂથોને ક્રેડિટ લિંક્સ સાથે ૩૫ ટકાના દરે ગ્રાન્ટ – ઈન સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ વર્કિંગ કેપિટલ તેમજ નાના સાધનોની ખરીદી માટે સ્વ – સહાય જૂથોના પ્રત્યેક સદસ્યને રૂ.૪૦,૦૦૦ની સહાય આપવામાં આવે છે.
PMFME યોજના અંતર્ગત ફળ ફળાદી, શાકભાજી, ધાન્ય, મરી મસાલા, દૂધ, તેલીબીયા આધારીત તમામ ખાદ્ય ચીજવસ્તુઓ જેવી કે ખાખરા, અથાણાં, નમકીન, જામ, જેલી, સોસ, રેડી ટુ કૂક પ્રોડક્ટ્સ, રેડી ટુ ઈટ પ્રોડક્ટ્સ, બેકરી આઈટમ, વિવિધ પ્રકારના ખાધ પાવડર, પનીર, બટર, તેલ, મસાલા સહિતની પ્રોડક્ટ માટે અરજી કરી શકાશે.
અરજી માટેના જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવા DLC દ્વારા ભલામણ કરી રકમની ચુકવણી દ્રારા શ્રૃંખલા ઉભી કરવી. વધુ માહિતી માટે ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લી. સંપર્ક કરી આ અરજીની નોંધણી ઓનલાઈન www.pmfme.mopfi.gov.in પર કરી શકાશે.





