મહુવાના શંકર તલાવડી ખાતે અઢી થી ત્રણ વર્ષની દીપડી થઈ પાંજરામાં કેદ.

SHARE:

મહુવાના શંકર તલાવડી ખાતે અઢી થી ત્રણ વર્ષની દીપડી થઈ પાંજરામાં કેદ.

પ્રાપ્ત વિગત મુજબ મહુવાના શંકર તલાવડી ખાતે રહેણાક તેમજ ખેતરાળ વિસ્તારમા બિન્દાસ્ત દીપડા ફરતા નજરે પડતા ગ્રામજનો ભયભીત બની ગયા હતા.બે દિવસ પહેલા દીપડાએ પશુપાલક રમેશભાઈ મણીભાઈ હળપતિની બે બકરી પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી તેનુ મારણ કર્યુ હતુ. જે ઘટના અંગે પશુપાલક સહિત ગ્રામજનોએ મહુવા વનવિભાગને રજુઆત કરતા બે દિવસ પહેલા વનવિભાગે શંકરતલાવડીમા પાંજરું મૂકી દીપડાને ઝબ્બે કરવાની કવાયત હાથ ધરી હતી.જે પાંજરામાં તા-31/01/2024 ને બુધવારના રોજ વહેલી સવારે પાંજરામા મુકેલ મારણ જોઈ એક કદાવર દીપડી લલચાઈ ગઈ હતી અને એ મારણ ખાવા જતા આબાદ રીતે પાંજરે પુરાઈ હતી.દીપડી પાંજરે પૂરાતા જ ત્રાડો નાખતા દીપડીનો અવાજ સાંભળી ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.અને ત્વરિત ઘટના અંગે ગ્રામજનો દ્વારા મહુવા વનવિભાગના અધિકારીઓને જાણ કરાતા વનવિભાગના અધિકારીઓ સવારે શંકર તલાવડી આવી પાંજરે પુરાયેલ અઢી ત્રણ વર્ષની દીપડીનો કબ્જો લીધો હતો.દિપડી પાંજરે પુરાતા જ ગ્રામજનોએ રાહતનો દમ લિધો હતો.જ્યારે ગામમા અન્ય પણ દીપડા ફરતા હોવાથી ગ્રામજનોમા ભયનો માહોલ યથાવત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!