મહુવા તાલુકાના ઉમરા ગામની સીમમાં આવેલા પટેલ ફળિયા નજીકના ઝાડી ઝાંખરામાંથી સવારે આશરે નવ મહિનાની વયની જણાતી બાળકી ની રખડતા કૂતરાઓ દ્વારા હાથ પગ ફાડી નાખેલી હાલત માં લાશ મળી આવતા ભારે ચકચાર મચી હતી.

SHARE:

મહુવા તાલુકાના ઉમરા ગામની સીમમાં આવેલા પટેલ ફળિયા નજીકના ઝાડી ઝાંખરામાંથી સવારે આશરે નવ મહિનાની વયની જણાતી બાળકી ની રખડતા કૂતરાઓ દ્વારા હાથ પગ ફાડી નાખેલી હાલત માં લાશ મળી આવતા ભારે ચકચાર મચી હતી.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ સવારે ઉમરા ગામના રહીશ સંજય પટેલ દૂધ ભરવા જઈ રહ્યા હતા. તેવા સમયે અનાવલ મહુવા રોડ ઉપર આવેલ ઉમરા ગામની સીમના પટેલ ફળિયા નજીક દુર્ગંધ આવતા તેમણે કુતરાઓના ઝુંડને કશું ચુંથી રહ્યા હોવાનું જોયું હતું. કશું શંકાસ્પદ જણાતા ઉમરા ગામના સરપંચ અજય પટેલ ને જાણ કરાઈ હતી.સ્થળ પર જઈને જોતા ઝાડી ઝાખરા અને માટી વચ્ચે જન્મ બાદ મરણ ગયેલ હાલતમાં અથવા તો મૃત હાલતમાં જન્મેલી બાળકી જોવા મળી હતી. લાશનો એક હાથ અને ઘુટણ નીચેથી બંને પગો ફાડી ખાધેલી હાલતમાં જણાયા હતા. સરપંચ દ્વારા મહુવા પોલીસને જાણ કરાઈ હતી. કોઈ નિષ્ઠુર દ્વારા મરણ ગયેલ હાલત અથવા તો મૃત હાલતમાં જન્મેલ બાળકી ને અવાવરુ જગાએ ત્યજી દીધી હોવાના અનુમાન સાથે પોલીસે સરપંચ ની જાણવા જોગ ફરિયાદ આધારે લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ ની તજવીજ ચાલુ કરી હોવાનું જાણવા મળે છે. પોલીસના જણાવ્યા મુજબ મૃત બાળકીની ઉંમર નવ માસની જણાઇ છે. એક અનુમાન મુજબ ત્યજી દેવાયેલી બાળકીની લાશ ને રખડતા કૂતરાઓ ઘસડી ને ઝાડી ઝાંખરા માં લાવી ફાડી ખાધી હોવાની શક્યતા દર્શાવાઈ રહી છે. મહુવા પોલીસ મથકના પીએસઆઇ એસ એમ પટેલ દ્વારા બનાવની જગ્યા ની મુલાકાત લઇ બાળકીના વાલી વારસોની શોધખોળ ચાલુ કરી હોવાનું જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!