મહુવા તાલુકામાં ૨૦૨૧-૨૨ માં તાલુકામાં ૧૫ માં નાણાંપંચ ની ગ્રાન્ટ માંથી પાણીની ટાંકી વિથ બોર ના ૧૯ કામો મળી કુલ ૬૬,૫૦,૦૦૦ રૂપિયાની મળેલ મંજૂરીથી કામોમાં ભ્રષ્ટાચાર આચરવાના આવ્યો હોવા છતાં પેમેન્ટ ચૂકવણું કરી દેવામાં આવ્યું હોવાના આક્ષેપો સાથે તાલુકા પંચાયત સદસ્ય દ્વારા વિજિલન્સ કમિશનર ને ફરિયાદ કરી વિજિલન્સ તપાસ ની માંગ કરી છે.
મહુવા તાલુકા પંચાયત સદસ્ય પરિમલ પટેલ દ્વારા વિજિલન્સ કમિશનર ને કરેલ ફરિયાદમાં જણાવ્યા મુજબ મહુવા તાલુકામાં ૧૫ માં નાણાંપંચ ની ૨૦૨૧-૨૨ ની ગ્રાન્ટ માંથી પાણીની ટાંકી વિથ બોરના કામ દીઠ રૂપિયા ૩,૫૦,૦૦૦ પ્રમાણે ૧૯ કામોના ૬૬,૫૦,૦૦૦ રૂપિયાની મંજૂરી મળેલ હતી.જે અંતર્ગત મુડત,અંધાત્રી માં આ કામોની તપાસ કરતા લોખંડ ના સ્ટેન્ડ પર ટાંકી મૂકવામાં આવેલ છે.તો જૂની પાણીની પાઇપ લાઇનમાં જ આ કામના પાઇપ જોડી દીધેલ હતા તો સાથોસાથ એસ્ટીમેટ મુજબ કામો જ નહિ કરવામાં આવ્યા હોવાના સીધા આક્ષેપો કરવામાં આવ્યા છે.
તો વધુમાં તાલુકા પંચાયત ના જવાબદાર અધિકારીઓ દ્વારા આ અમુક કામોનું પેમેન્ટ કરવામાં આવ્યું હોવાનું જણાવતા આ કામો અધિકારી, કોન્ટ્રાકટર અને એજન્સી ની મીલીભગત થી કરવામાં આવ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે તો એજન્સી ને બ્લેકલિસ્ટ કરી જવાબદાર અધિકારી સામે વિજિલન્સ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
હાલ તો આ ફરિયાદ સાથે જ ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે અને જો આ ફરિયાદમાં તપાસ દરમિયાન તથ્ય જણાય તો તપાસનો રેલો કેટલાક અધિકારીઓની ખુરશી ભરખી જાય તો નવાઈ નહી .





