સુરતના એલ.એચ. રોડ સ્થિત ડેપો/વર્કશોપના બિલ્ડીંગને સંપુર્ણ તોડી પાડી ઉપજેલા કાટમાળને વેચાણથી લઇ જવા માટે રસ ધરાવતા વ્યક્તિ/સંસ્થાએ હરાજીમાં ઉપસ્થિત રહેવા અનુરોધ
એસ. ટી., સુરત વિભાગ દ્વારા ઉભા ઈમલાની તા.૮મીએ જાહેર હરાજી યોજાશે
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, બાંધકામ ખાતુ, વિભાગીય કચેરી, સુરત તરફથી લંબે હનુમાન રોડ, સુરત ખાતે આવેલ સુરત (સીટી) ડેપો/વર્કશોપના બિલ્ડીંગને સંપુર્ણ તોડી પાડીને જમીન દોસ્ત કરી સાઈટ ક્લીન તથા સમતળ કરી આપવાની અને ઉપજેલા કાટમાળ સહિતના વેચાણથી લઇ જવાની તથા સાઈટ ક્લીયરન્સ કરવાની કામગીરી કરી આપવા માટેની જાહેર હરાજી તા.૦૮-૦૧-૨૦૨૪ ના રોજ ૧૨:૦૦ કલાકે એસ. ટી. વિભાગીય કચેરી, સુરત ખાતે કરવામાં આવનાર છે, જેમાં રસ ધરાવનારા ઉમેદવારે હરાજીમાં ઉપસ્થિત રહેવા વિનંતી છે. વધુ વિગત માટે કચેરીની બાંધકામ શાખાનો રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે એમ વિભાગીય નિયામક, એસ.ટી. સુરતની યાદીમાં જણાવાયું છે.





