ઓલપાડ તાલુકાની કુવાદ પ્રાથમિક શાળામાં યોજાયો: આનંદમેળામાં બાળકોએ સ્વહસ્તે બનાવેલી અવનવી વાનગીઓએ આકર્ષણ જમાવ્યું

SHARE:

ઓલપાડ તાલુકાની કુવાદ પ્રાથમિક શાળામાં યોજાયો: આનંદમેળામાં બાળકોએ સ્વહસ્તે બનાવેલી અવનવી વાનગીઓએ આકર્ષણ જમાવ્યું
જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની કુવાદ પ્રાથમિક શાળામાં આનંદમેળો યોજાયો હતો. શાળાનાં ધો.૮ ના બાળકોનાં હસ્તે આનંદમેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
આ પ્રસંગે શાળાનાં કુશળ આચાર્ય શ્રીમતી પ્રિતિબેન પટેલે જણાવ્યું હતું કે, આનંદમેળા થકી બાળકોમાં આનંદની સાથોસાથ વ્યવહારિક જ્ઞાન કેળવાય છે, જે તેમની બુદ્ધિમતાને વેગ આપે છે જે થકી તેમનામાં આત્મવિશ્વાસ વધે છે.
આનંદમેળામાં ફ્રુટ સલાડ, આલુપુરી, ખીચું, સેન્ડવીચ, મન્ચાઉં સૂપ, પેટીસ, ઇડલી સંભાર, મંચુરિયન, વડાપાઉં, સમોસા, બટાકાવડા, બ્રેડ પકોડા, ભેલ, પાણીપુરી જેવી અવનવી વાનગીઓનાં વિવિધ સ્ટોલ બાળકો દ્વારા ઉભા કરવામાં આવ્યા હતાં. જેનો શાળાના બાળકો, શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનોએ રસાસ્વાદ માણ્યો હતો.
આ પ્રસંગે સરપંચ તેજલબેન પટેલ, સામાજીક અગ્રણી બળવંતભાઈ પટેલ, કિર્તીબેન પટેલ, શિક્ષક સર્વશ્રી જીતેન્દ્ર પટેલ, કલ્પના પટેલ, હીના પટેલ, કામિની પટેલ, અગ્રણી વિજય પટેલ સહિત વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!