મહુવા ઓંડચ ચોકડી નજીક વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે હિટ એન્ડ રન કાયદાને કાયમી ધોરણે રદ કરાવવા ડ્રાઈવરો સાથે મિટિંગ યોજી..

SHARE:

મહુવા ઓંડચ ચોકડી નજીક વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે હિટ એન્ડ રન કાયદાને કાયમી ધોરણે રદ કરાવવા ડ્રાઈવરો સાથે મિટિંગ યોજી..

મહુવા તાલુકાના મહુવા ટાઉનમાં ઓડચ ચોકડી નજીક આજરોજ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ ડ્રાઇવરો ના સમર્થમાં ડ્રાઈવરો અને તાલુકાના આગેવાનો સાથે મીટીંગ યોજી હતી.ધારાસભ્ય અનંત પટેલે મહુવા તાલુકાના ડ્રાઈવરો સાથે યોજેલ મિટિંગમાં તાપી પાર લિંક યોજનામાં પણ સરકાર લોલીપોપ આપી કાયદો હાલ પૂરતો સ્થગિત કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.અને હાલમાં જ સરકાર દ્વારા જે હિટ એન્ડ રન નો નવો કાયદો બનાવવામાં આવ્યો છે તે ફક્ત એસ.ટી,એસ.સી ઓબીસી અને મદયમ વર્ગના લોકોને જ ટાર્ગેટ કરીને બનાવવામાં આવ્યો હોવાના આક્ષેપો સરકાર પર કર્યા હતા.ડ્રાઇવર અકસ્માત સર્જે એવા સંજોગોમાં સાત લાખ સુધીનો દંડ અને દસ વર્ષની જેલ એ આકરા કાયદાને રદ કરાવવા માટે આગામી તારીખ આઠ સુધી કોઈપણ ડ્રાઈવરો એ વાહન પર ના ચઠી અને જો કાયદો કાયમી ધોરણે રદ કરવામાં ના આવે તો આવેદનપત્ર આપી ચક્કાજામ કરવામાં ની ચીમકી પણ વાંસદા ના ધારાસભ્ય અનંત પટેલે ડ્રાઈવરો ના હિત માં ઉચ્ચારી છે આ મિટિંગમાં મહુવા તાલુકાના ડ્રાઈવરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.આ મિટિંગમાં ડ્રાઈવરોના સમર્થનમાં મહુવા તાલુકા પંચાયત સભ્ય પરિમલ પટેલ,આગેવન વિપુલભાઈ,પ્રકાશભાઈ મહેતા પણ સરકાર દ્વારા બનાવેલ હિટ એન્ડ રન ના કાયદાને રદ કરાવવા ડ્રાઈવરો ને સમર્થનમાં હાજર રહ્યા હતા.સ્થનિક મહુવા પોલીસને જાણ થતાં જ મહુવા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અને કાયદો વ્યવસ્થા હાથમાં ના લેવાના સૂચનો કર્યા હતા.જોકે મહુવા તાલુકામાં ડ્રાઈવરોના સમર્થનમાં આવેલ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલને ડ્રાઈવરો દ્વારા ખુબજ સારો પ્રતિસાદ પણ જોવા મળ્યો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!