જિલ્લા કલેકટર આયુષ ઓકના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ.
જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેકટર શ્રી આયુષ ઓકના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જેમાં પદાધિકારીઓ દ્વારા રજુ થયેલા પ્રશ્નો બાબતે જરૂરી કાર્યવાહી કરવા કલેકટરશ્રીએ સંબધિત અધિકારીઓને જણાવ્યું હતું.
જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં યોજાયેલી બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભાવિનીબેન પટેલે રજુઆત કરતા જણાવ્યું હતું કે, બારડોલી, પલસાણા, કામરેજ તથા માંગરોળ તાલુકામાંથી પસાર થતા મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ રસ્તામાં જે જમીનો સંપાદિત થઈ છે જેની કાચી એન્ટ્રી પડેલ છે જે રદ કરવા બાકી જમીનમાં નામ ચાલુ રાખવાની રજુઆત કરી હતી જે સંદર્ભે કલેકટરે જમીન સંપાદન અધિકારીને યોગ્ય કાર્યવાહી કરવા સુચના આપી હતી. આ ઉપરાંત જિલ્લામાંથી પસાર થતા પાવર ગ્રીડની લાઈન પસાર થાય છે જે ખેડૂતોની જમીન સંપાદીત થઇ છે તેઓને તાકીદે વળતર આપવાની રજુઆત સંદર્ભે કલેકટરે અધિકારીઓને પાવરગ્રીડના અધિકારીને સત્વરે વળતર આપવા જણાવ્યું હતું.
પ્રમુખશ્રીએ વધુમાં કહ્યું કે, સુરત જિલ્લામાંથી પસાર થતા એક્ષપ્રેસ હાઇવે NHIના સર્વિસ રોડ તથા બની રહેલા ગરનાળામાં વરસાદી પાણીનો નિકાલ થાય તેમજ રસ્તા પરથી શેરડીની ટ્રકો પસાર થાય તે મુજબ બનાવવાની રજુઆત સંદર્ભે કલેકટરશ્રીએ ગરનાળાની હાઈટ ૫.૫ મીટર રાખીને ગરનાળા બનાવવાની તકેદારી લેવા હાઈવેના અધિકારીઓને જણાવ્યું હતું. આ ઉપરાંત જિલ્લામાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીની લાઇનો જે ગામોના ખેતરોમાંથી પસાર થઈ રહી છે તે લાઇનોના તાર ખુબ ઢીલા હોવાથી સત્વરે રીપેરીગ કરવાની રજૂઆત કરી હતી
ધારાસભ્ય શ્રીસંદિપ દેસાઈએ જણાવ્યું હતું કે, બમરોલી સ્થિત સત્યનારાયણ નગર વેલફેર સોસાયટીમાં DGVCL દ્વારા ABC કેબલ નાંખવાની કામગીરી બાકી હોઇ પૂર્ણ કરવા તેમજ રાજય સરકારની વિવિધ યોજનાઓના દાખલા/પ્રમાણપત્ર માટે Digital Gujarat Portal પર થયેલી અરજીઓનો સત્વરે નિકાલ કરવામાં આવે તેવી રજુઆત સંદર્ભે કલેકટરશ્રીએ સત્વરે કાર્યવાહી કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે ગુજરાત ગેસ કંપની દ્વારા વડોદ ગામમાં આંતરિક ગેસ લાઇનનું માળખું તૈયાર થઇ ગયું હોવા છતાં ગ્રાહકોને ગેસ લાઇનનું જોડાણ આપવામાં ન આવતુ હોવાની રજુઆત સંદર્ભે કલેકટરે સત્વરે જોડાણ આપવાની સુચના આપી હતી.
સુરત નવસારી સ્ટેટ હાઇવે પર સચિન પો.જી.આઇ.ડી.સી. પોલીસ મથકની આગળ સચિન રેલવે શટ ઓવરબ્રિજ ખાતે ટ્રાફિક નિયંત્રણ કરવા તેમજ સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર-૨૮ પાંડેસરા-ભેસ્તાનમાં નેમનગર, મુકિતનગર, તુલસીધામ તથા ગણેશનગર સોસાયટીઓમાં ‘ના વાધા પ્રમાણપત્ર’ આપવા બાબતે રજુઆતો કરી હતી. ઈચ્છાપોર હાઈવે પર લાઈન લીકેજના કારણે લાખો લિટર પાણીનો વેડફાટ થયો હોય સત્વરે કામગીરી ન કરનારા અધિકારીઓ સામે કાર્યવાહી કરવા રજૂઆત તેમણે કરી હતી.
ભાગ-૨ની બેઠકમાં નાગરિક અધિકાર પત્રની અરજીઓ, બાકી પેન્શન કેસો, એ.જી.ના બાકી પેરા, પડતર કાગળો, સરકારી બાકી વસુલાત બાબતે જેતે અધિકારીઓને સુચના આપી હતી.
બેઠકમાં મેયરશ્રી દક્ષેશ માવાણી, નિવાસી અધિક કલેકટરશ્રી વિજય રબારી, પ્રાંત અધિકારીઓ તથા અન્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.





