સુરત જિલ્લાની શાળાના કુલ ૫૭ વિધાર્થીઓએ સ્કાઉટીંગ પ્રવૃતિમાં મહામહિમ રાજયપાલશ્રી ના વરદ હસ્તે એવોર્ડ મેળવ્યો.
મહુવા તાલુકાની એક આશ્રમ શાળા અને બે પ્રાથમિક શાળા મળી કુલ ૩૯ વિધાર્થીઓને રાજ્યપાલ શ્રી ના વરદ હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા.
સુરત જિલ્લા ગ્રામ્ય વિસ્તાર ભારત સ્કાઉટ ગાઇડ સંઘ દ્વારા સુરત જિલ્લાની જે શાળાઓમાં સ્કાઉટીંગ પ્રવૃતિ ચાલે છે તે શાળાને સ્કાઉટીંગ પ્રવૃતિ ચલાવવામાં મદદરૂપ થાય છે આ પ્રવૃતિનો સ્કાઉટીંગ અભ્યાસક્રમ પુરો થયા પછી રાજય સંઘ દ્વારા રાજય પુરસ્કાર ટેસ્ટ લેવામાં આવે છે જેમાં વર્ષ ર૦રર/૨૩ માં સુરત જિલ્લાની ઠકકરબાપા ઉ.બુ.આશ્રમશાળા, વહેવલ તા.મહુવા ના ૧૯,અસ્તાન કન્યા વિધાલય બારડોલીના ૧૮,અનાવલ પ્રાથમિક શાળાના ૧૬,પુના પ્રાથમિક શાળાના ૪ મળી કુલ ૫૪ ભાઇઓ અને બહેનોએ પરીક્ષા આપી હતી જેમાં બધા પાસ થતા તા.ર૬ અને ૨૭/૧૨/ર૦ર૩ ના રોજ રાજ્યપાલશ્રીના નિવાસ્થાને રાજભવન ખાતે રાજય પુરસ્કાર (પ્રમાણપત્ર) આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ઉપર મુજબની શાળાએ ભાગ લીધો હતો. સુરત જિલ્લા સ્કાઉટીંગ પ્રવૃતિના મંત્રી પ્રેમકુમાર ગોસ્વામી,રાજય પ્રતિનિધિ લતાબેન ગોસ્વામી,અસ્તાન કન્યા વિધાલયના પ્રજ્ઞાબેન ચૌધરી,પુના પ્રાથમિક શાળાના શાંતિલાલ ચૌધરી, અનાવલ પ્રા.શાળાના ધીરૂભાઇ પટેલે માર્ગદર્શન આપી આ કેમ્પમાં ભાગ લઇ વિધાર્થીઓને પ્રમાણપત્ર લેવા લઇ ગયા હતા સુરત જિલ્લા ગ્રા.વિ.ભારત સ્કા.ગા.સંઘના ચીફ માનસિંહભાઇ પટેલ, અશ્વિનભાઇ પટેલ, ગુલાબભાઇ ગરાસિયા, વિપુલભાઇ પટેલ વગેરેએ સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.




