મહુવા તાલુકાના અંતરિયાળ વિસ્તારના લસણપોર ગામે ચેકડેમનું ખાતમુહૂર્ત ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાના વરદ હસ્તે કરવામાં આવ્યું.
મહુવા તાલુકાના લસણપોર ગામે ચેકડેમનું ખાતમુહૂર્ત મહુવા 170 વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું લાખો ના ખર્ચે તૈયાર થનાર આ ચેકડેમ અંતરિયાળ ગામના ખેડૂતો માટે આશીર્વાદ રૂપ બની રહેશે ત્યારે મહુવા 170 વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાના વરદ હસ્તે મહુવા તાલુકાના લસણપોર ગામે ચેકડેમ નું ખાતમુહૂર્ત કરાતા જ સ્થાનિક ખેડૂતોમાં આનંદ છવાઈ જવા પામ્યો હતો.આ જંગલ વિસ્તારના અંતરીયાળ ગામમાં ચેકડેમ બનવા જઈ રહ્યો છે ત્યારે ખેડૂતો ની વર્ષો જૂની સમસ્યા નો હવે અંત આવી જવા પામ્યો છે.આ પ્રસંગે માજી તાલુકા પંચાયત પ્રમુખ હિતેન્દ્ર પટેલ ગામના સરપંચ સહિત ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.




