તા.૨૫મી ડિસેમ્બર: સુશાસન દિવસ
જિલ્લા સેવા સદન ખાતે સુશાસન દિવસની ઉજવણી અંતર્ગત ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર વિવિધ કચેરીઓના વડાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા
ગાંધીનગરના રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર કચેરીથી સુરતના સ્થાનિક અધિકારીઓ વર્ચ્યુઅલી જોડાયા
પ્રતિ વર્ષ ૨૫મી ડિસેમ્બર- પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીના જન્મ દિવસને દેશમાં ‘સુશાસન દિવસ’ રૂપે ઊજવવામાં આવે છે. ‘સુશાસન દિવસ’ના ભાગરૂપે સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર વિવિધ કચેરીઓનીના વડાઓને નિવાસી અધિક કલેક્ટરશ્રી વાય.બી.ઝાલાના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા.
સ્વચ્છતા અભિયાન-૨૦૨૩ની ઉજવણી અંતર્ગત જિલ્લા, તાલુકાની કચેરી, કાર્યસ્થળને સ્વચ્છ, સુંદર બનાવવા માટે પડતર નિકાલની ઝૂંબેશ, રેકર્ડનુ વર્ગીકરણ, ફાઇલોનું ડિજિટલાઈઝેશન અને ડિસ્પોઝલ, કચેરીના બિનવપરાશી સામાનને દૂર કરી ઓફિસ વર્કપ્લેસને સ્વચ્છ, સુઘડ બનાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. જેને ધ્યાને લઈ શ્રેષ્ઠ ઓફિસ કેટેગરીમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ઈમર્જીંગ ઓફિસ તરીકે સુરત જિલ્લા પંચાયત, એસ્પાયરીંગ ઓફિસ તરીકે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી અને હેલ્થ કચેરીને સન્માનિત કરી બિરદાવવામાં આવી હતી.
સુશાનસ દિવસે ગાંધીનગર સ્થિત સચિવાલયના નર્મદા ભવન ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર કચેરીથી સુરતના સ્થાનિક અધિકારીઓ વર્ચ્યુઅલી જોડાયા હતા, અને કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
નોંધનીય છે કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારતના સંકલ્પ સાથે સમગ્ર દેશમાં ‘સ્વચ્છતા હી સેવા અભિયાન’ શરૂ કર્યું છે, જેન આગળ ધપાવતા ‘સ્વચ્છ ગુજરાત’ની વિશેષ ઝુંબેશ હાથ ધરી છે, ત્યારે ગુજરાતમાં ચાલી રહેલા ‘નિર્મળ ગુજરાત’ અભિયાનને વધુ એક સપ્તાહ એટલે કે તા.૩૧મી ડિસેમ્બર સુધી લંબાવવાની જાહેરાત મુખ્યમંત્રીશ્રીએ કરી છે.
બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એમ.બી.પ્રજાપતિ, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી એસ.બી. ગામીત, કામરેજ મામલતદારશ્રી આર.એસ.ઠાકોર, જિલ્લા વહીવટીતંત્ર તેમજ સંકલન સમિતિના વિવિધ વિભાગના અધિકારીઓ-પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.




