દિશા ધોડિયા સમાજ લગ્ન ઉત્સુક પરિચય મેળો ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે યોજાયો.
મહુવા તાલુકાના વસરાઈ ખાતે પ્રથમ દિશા ધોડિયા સમાજ લગ્ન ઉત્સુક પરિચય મેળો યોજાયો હતો.સૌ પ્રથમ મહુવા 170 વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયા તેમજ ઉપસ્થિત મહાનુભાવો ના વરદ હસ્તે રૂપિયા 12 લાખના ખર્ચે મંજુર થયેલ પ્રોટેક્સન વોલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.ત્યારબાદ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરેલા લગ્ન ઉત્સુક યુવક- યુવતીઓ,વિધવા-વિદુર,ત્યકતા,હેન્ડીકેપ થી લઈ શિક્ષિત,ગ્રેજ્યુએટ, ડોકટર,એન્જિનિયર,ખેડૂત,પશુપાલક વગેરે જુદા જુદા પાંચ વિભાગ મુજબ ના લગ્ન ઉસ્તુક પરિચિય મેળામાં જોડાયા હતા.
આ પ્રસંગે મુકેશભાઈ મહેતા એ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે 2010 થી સમાજ ભવન શરૂઆત કરવામાં આવી હતી.10 વીંઘા જમીનમાં કરોડો ના ખર્ચે સમાજ ભવન નિર્માણ થનાર હોય ત્યારે તમામ ના સહકાર થી સમાજ માટે સારું કાર્ય થઈ રહ્યું છે.સમાજ દિવ્ય છે સમાજ ભવ્ય છે અને આપણે સૌ એ માનવતા વાદી પ્રવૃત્તિ કરવી છે.સમાજ ભવન વસરાઈ ખાતે ઉપસ્થિત મહુવા 170 વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયા તમામ કાર્યકર્તાના ઉત્તમ કાર્યને બિરદાવતા કહ્યું હતું કે હાલમાં અતિ વ્યસ્ત યુગમાં સમાજ માટે સમયનું યોગદાન આપે તે મહત્વનું છે.અને સમાજના લોકોએ કોઈપણ કાર્યમાં સંકોચ રાખવો જોઈએ નહીં સાથે આયોજકો ને સૂચન કરતા સમાજ માટે સમૂહ લગ્નનું પણ આયોજન કરવામાં આવે એવું જણાવ્યું હતું સરકાર તરફથી સમાજ ભવનના નિર્માણ માટે જરૂરિયાત માટે યોગ્ય રજુઆત કરવા પણ તેમણે જણાવ્યું હતું
લગ્ન ઉત્સુક પરિચય મેળામાં વલસાડ,સુરત,બરોડા,વાપી,સોનગઠ સહિત ના શહેરો તેમજ સ્થાનિક કક્ષાના મળી કુલ 80 થી વધુઓએ નોંધણી કરાવી હતી.આ પ્રસંગે સુરત જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ અધ્યક્ષ રાકેશભાઈ પટેલ,મહુવા સુગર ડિરેકટર તુષારભાઈ,વિપુલભાઈ,કાર્યપાલક ઈજનેર પંચાયત સિંચાઈ વિભાગ સુરત વી.આર.પટેલ,નાયબ કાર્યપાલક ઈજનેર પંચાયત સિંચાઈ પેટા વિભાગ મહુવા આઈ.બી.પટેલ,મદદનીશ ઈજનેર પંચાયત સિંચાઈ પેટા વિભાગ મહુવા એમ.બી.વહિયા,સમસ્ત ધોડિયા સમાજ ગુજરાત રાજ્ય પ્રમુખ પ્રદીપભાઈ ગરાસિયા તેમજ સમાજના અન્ય ખાતાના અગ્રણીઓ તેમજ સમાજના આગેવાનો કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.




