પૂર્ણાં નદીના ઊંડા પાણીમાં ડૂબી જવાથી 35 વર્ષીય યુવકનું મોત.
બારડોલી તાલુકાના ઈસરોલી ગામે બાવળી ફળિયામાં રહેતા 35 વર્ષીય મુકેશભાઈ બુધિયાભાઈ રાઠોડ તા-23/12/2023ને શનિવારના રોજ બપોરે 1-2 વાગ્યાના અરસામા કપડાં કાઢી મહુવા પંથકમાંથી પસાર થતી પૂર્ણા નદીના ઉંડા પાણીમાં પ્લાસ્ટિકનુ પાથરણુ ધોવા માટે ગયો હતો તે દરમિયાન અચાનક નદીના ઉંડા પાણીમાં ડૂબી જતા તેમનુ કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતુ.ઘટના અંગે મૃતકના ભાઈએ મહુવા પોલીસ મથકે જાણ કરતા મહુવા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




