Traffic Tail

કાછલ કોલેજમાં એન.એસ.એસ અંતર્ગત વિકસિત ભારત@૨૦૪૭ અંગે વ્યાખ્યાન યોજવામાં આવ્યું

SHARE:

કાછલ કોલેજમાં એન.એસ.એસ અંતર્ગત વિકસિત ભારત@૨૦૪૭ અંગે વ્યાખ્યાન યોજવામાં આવ્યું. સરકારી, વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ કાછલમાં તારીખ 22/12/2023 , શુક્રવારના રોજ આચાર્યશ્રી ડૉ.હેતલ એસ.ટંડેલ મૅડમનાં માર્ગદર્શન હેઠળ અને ચિલ્ડ્રન રીસર્ચ યુનિવર્સીટી(ગાંધીનગર)ના અધ્યાપક ડો.દિનેશ ચૌધરી દ્વારા ‘વિકસિત ભારત@૨૦૪૭’ વિશે નિષ્ણાત વ્યાખ્યાન આપ્યું. વધુમાં તેઓએ વિદ્યાર્થીઓને જણાવ્યું કે સૌપ્રથમ વ્યક્તિત્વ વિકાસ, આપણા પરિવારનો વિકાસ, આપની આસપાસ શેરી અને મહોલ્લાનો વિકાસ અને આપની મહાવિદ્યાલયનો વિકાસ આ તમામ બાબતો જ્યાં એકત્રિત થાય ત્યારે રાષ્ટ્રનું નિર્માણ થાય અને ત્યારે આપણું ભારત વિકસિત ભારત થાય તેમ જણાવ્યું. આ સાથે સાથે ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓને વિકસિત ભારત @૨૦૪૭ અંગેના વિચારો વાગોળ્યા હતા. કાર્યક્રમની આભારવિધિ હિન્દી વિભાગના અધ્યક્ષ રાકેશ ચૌધરી સાહેબે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર ડૉ.પદ્માબેન તડવીએ અને સંચાલન પ્રા.આશા ઠાકોરે કર્યું હતું. કૉલેજના સમસ્ત સ્ટાફ પરિવારના આયોજન થકી અને રાષ્ટ્ર ગીત ગાઈને કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!